અઠવાડિયામાં ફક્ત એક વાર ચીઝ ખાવાથી પણ દિમાગ તેજ રહી શકે છે. જપાનમાં થયેલું એક રિસર્ચ કહે છે કે ચીઝ ખાવાથી ડિમેન્શિયાનું જોખમ ઘટે છે
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં જ જપાનમાં થયેલી એક સ્ટડીમાં એવો સંકેત મળ્યો છે કે અઠવાડિયામાં ફક્ત એક વાર ચીઝ ખાવાથી ડિમેન્શિયા એટલ કે ભૂલવાના અથવા માનસિક ક્ષમતામાં કમીના જોખમને ઓછું કરી શકાય છે. શોધકર્તાઓએ લગભગ ૬૫ અને એનાથી વધુ ઉંમરના ૮૦૦૦થી વધુ વૃદ્ધ લોકોના ડેટાનું ઍનૅલિસિસ કર્યું હતું.
અધ્યયનમાં જોવા મળ્યું કે જે લોકો અઠવાડિયામાં એક વાર ચીઝ ખાતા હતા તેમનામાં ડિમેન્શિયાનો ખતરો એ લોકોની સરખામણીમાં લગભગ ૨૪ ટકા ઓછો હતો જેઓ ચીઝ નહોતા ખાતા. ૩ વર્ષના અધ્યયનના અંતમાં જોવા મળ્યું કે ચીઝ ખાતા લોકોમાં ડિમેન્શિયાનો દર ૩.૪ ટકા હતો, જ્યારે ચીઝ ન ખાનારા લોકોમાં એ ૪.૪૫ ટકા હતો. આ ફરક ફક્ત ૧.૬ ટકા હતો, પણ આને વ્યાપક રીતે જોવામાં આવે તો દર ૧૦૦૦ લોકોમાંથી લગભગ ૧૦ ઓછા ડિમેન્શિયાના કેસ દેખાય છે.
ADVERTISEMENT
શોધકર્તાઓના જણાવ્યા અનુસાર ચીઝમાં જોવા મળતું પ્રોટીન અને જરૂરી અમીનો ઍસિડ દિમાગની નસો અને કોશિકાઓ (ન્યુરૉન્સ)ના મેઇન્ટેનન્સમાં મદદ કરે છે અને એને નુકસાનથી બચાવે છે. ચીઝમાં ફૅટ સૉલ્યુબલ વિટામિન જેમ કે વિટામિન K2 હોય છે જે લોહીમાં કૅલ્શિયમના સ્તરને સ્થિર રાખવામાં અને રક્તવાહિનીઓ (વૅસ્ક્યુલર હેલ્થ)ને સુધારવામાં મદદ કરે છે. જોકે શોધકર્તાઓએ એ સ્પષ્ટ કર્યું છે કે આ એક ઑબ્ઝર્વેશનલ સ્ટડી છે એટલે કે એ સાબિત નથી કરતું કે ચીઝ ખાવાથી નિશ્ચિતરૂપે ડિમેન્શિયા નહીં થાય.
જે લોકો ચીઝ ખાતા હતા એમાંથી ૭૨.૧ ટકા લોકો અઠવાડિયામાં ફક્ત એક-બે વાર ચીઝ ખાતા હતા, જ્યારે અમુક લોકો જ ત્રણથી પાંચ વાર ચીઝ ખાતા હતા. સૌથી વધુ એટલે ૮૨.૭ ટકા ચીઝ જે ખાવામાં આવ્યું હતું એ પ્રોસેસ્ડ હતું. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે કેટલી માત્રામાં ચીઝ ફાયદાકારક છે, કયા ટાઇપનું ચીઝ વધુ અસર કરે છે. બીજાં કયાં કારણો આ પરિણામને પ્રભાવિત કરે છે એને લઈને હજી વધુ રિસર્ચ કરવાની જરૂર છે.
ડિમેન્શિયા આજે વિશ્વસ્તર પર વધતી સમસ્યા છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ૨૦૨૧ના આંકડા અનુસાર દુનિયામાં ૫૦ મિલ્યનથી વધુ લોકો આનાથી પ્રભાવિત છે અને ૨૦૫૦ સુધીમાં આ સંખ્યા ત્રણગણી થઈ શકે છે.
જો તમે અઠવાડિયામાં એક વાર ચીઝનું સેવન કરો છો તો એ તમારા મગજના સ્વાસ્થ્ય માટે એક નાનું પણ સકારાત્મક પગલું હોઈ શકે છે - ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં.
જોકેઆ
ને એકમાત્ર ઉપાય તરીકે ન જોવું જોઈએ. સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, સામાજિક જોડાણ અને પૂરતી ઊંઘ પણ ખૂબ જરૂરી છે.


