Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ડાયાબિટીઝ આવે તો લાઇફસ્ટાઇલમાં બદલાવ સહજતાથી લાવો, સ્ટ્રેસ ન લો

ડાયાબિટીઝ આવે તો લાઇફસ્ટાઇલમાં બદલાવ સહજતાથી લાવો, સ્ટ્રેસ ન લો

29 April, 2024 08:02 AM IST | Mumbai
Dr. Meeta Shah

આ રોગમાં મૅનેજમેન્ટ અત્યંત મહત્ત્વનો ભાગ છે. 

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


ડાયાબિટીઝ એક એવો રોગ છે જે તમને આવે એટલે એ રોગ વિશે પૂરી જાણકારી તમારે રાખવી જરૂરી છે. કોઈ પણ વસ્તુ ધારી લેવી કે માની લેવી યોગ્ય નથી. ડૉક્ટરને તમે નાનામાં નાના પ્રશ્નો પૂછો, એમાં કોઈ તકલીફ નથી; પરંતુ ઇન્ટરનેટ પરથી કોઈ પણ માહિતી આવે એને માની લેવી નહીં અને ખુદના મનથી કે કોઈની સલાહથી પણ કોઈ ધારણા ધરવી યોગ્ય નથી. ઘણી
નાની-નાની બાબતો હોય છે જેને સમજવી જરૂરી છે. આ રોગમાં મૅનેજમેન્ટ અત્યંત મહત્ત્વનો ભાગ છે. 

આમ તો દરેક રોગ માટે ઘણીબધી માન્યતાઓ હોય જ છે, પણ ડાયાબિટીઝ માટે તો ઘણી વધુ પડતી ધારણાઓ લોકોમાં જોવા મળે છે. એમાં આ ખાશો તો શુગર વધી જશે અને તે ખાશો તો શુગર વધી જશે એ મુખ્ય છે. આ પ્રકારની માન્યતાઓ કે જ્ઞાન દરદીને સજાગ કરવાને બદલે વધુ ને વધુ ડરાવે છે. આ ખવાય અને આ ન ખવાયના સ્ટ્રેસમાં વ્યક્તિની શુગર વધુ ખરાબ થઈ જાય છે. જે પણ નિયમો છે એને સહજ રીતે અપનાવવા જરૂરી છે. આમ તો આ વાત ખૂબ નાની લાગે છે, પરંતુ સાઇકોલૉજિકલી ​રિલૅક્સ રહેવું પણ ડાયાબિટીઝ માટે અત્યંત જરૂરી છે. આખી જિંદગી જે તમે ખાધું છે એ અચાનક બંધ થાય તો તકલીફ થવાની જ છે; પરંતુ એ સમયે શરીરને સંભાળવું, સમય પર દવાઓ લેવી કે નિયમિત દરરોજ ચાલવા જવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે માનસિક રીતે શાંત અને સહજ રહેતાં શીખવું.  



અમે ડૉક્ટર તરીકે સમજીએ છીએ કે ડાયાબિટીઝ આવે એટલે માણસનું જીવન આખું બદલાય છે, લાઇફસ્ટાઇલ આખી બદલાય છે. એ બદલાવી ખૂબ જ જરૂરી છે. જોકે એ લાઇફસ્ટાઇલ બદલવાનું પણ લોકો ટેન્શન લેતા હોય છે. સવારે ચાલવા જવું પડશે એ મજાની વાત હોવી જોઈએ, ટેન્શનની નહીં. સમયસર જમવું પડશે એ કોઈ હિટલરના શાસનનો કડક નિયમ નથી, અનુશાસનનો એક ભાગ છે. દરરોજ એક વાગ્યે જમવાનું જરૂરી છે; પણ જો એક વાગીને દસ મિ​નિટ થઈ ગઈ અને એ ૧૦ મિ​નિટમાં તમે ઘાંઘા થઈ ગયા કે જમવામાં મોડું થાય છે, જલદી જમી લઈએ તો દસ મિ​​નિટ મોડું જમવાથી જેટલું નુકસાન નથી થતું એટલું તમે જે ઘાંઘા થયા એનાથી થાય છે. આ ખૂબ જ મૂળભૂત બાબત છે, પણ આપણે એને સમજી નથી શકતા. નિયમો અને અનુશાસન ધીમે-ધીમે સહજતાથી, સમજીને આવે એ ખૂબ જ જરૂરી છે. જો સ્ટ્રેસ સાથે આવશે કે ડર સાથે આવશે તો એ તમારું ડબલ નુકસાન કરશે. એક વાર સમજીને આ કરો તો તમારા ડાયાબિટીઝ મૅનેજમેન્ટમાં ઘણો ફરક પડશે. 


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 08:02 AM IST | Mumbai | Dr. Meeta Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK