° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


મૅટાબોલિઝમ કઈ રીતે સારું કરવું?

04 June, 2021 02:33 PM IST | Mumbai | Dr. Yogita Goradia

આમ તો મૅટાબોલિઝમ કુદરતી દેન છે પરંતુ લાઇફસ્ટાઇલમાં થોડા ફેરફાર વડે તેને સ્ટ્રૉન્ગ બનાવી શકાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

હું ૨૦ વર્ષની છું અને મારું વજન ૮૫ કિલ્લો છે. હું બહારનું તો શું હું મારા ઘરે બનેલાં ફરસાણ કે મીઠાઈ ખાવ તો પણ બીજા દિવસે મારું વજન એકથી દોઢ કિલ્લો વધી જાય છે. ઇન્ટરનેટ પર વાંચ્યું તો ખબર પડી મૅટાબોલિઝમ નબળું હોવાથી આવું થાય છે. મૅટાબોલિઝમ સુધારી શકાય ખરા? એ કઈ રીતે સારું કરી શકાય? શું એના સુધરવાથી વેઇટલોસમાં ફાયદો થશે?        

શરીર ખોરાક દ્વારા જે કૅલરી મેળવે છે તે કૅલરી રૂપી શક્તિનો વપરાશ પૂરેપૂરો તો જ થાય જો તમારું મૅટાબોલિઝમ સ્ટ્રૉન્ગ હોય, નહીંતર તે શક્તિ મેદના રૂપે શરીરમાં જમા થતી હોવાથી મૅટાબોલિઝમનો વેઇટલોસમાં મહત્ત્વનો રોલ છે. આમ તો મૅટાબોલિઝમ કુદરતી દેન છે પરંતુ લાઇફસ્ટાઇલમાં થોડા ફેરફાર વડે તેને સ્ટ્રૉન્ગ બનાવી શકાય છે.

જે લોકોને વારસાગત થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તે લોકોનું મૅટાબોલિઝમ ધીમું હોય છે. આમ તે જિનેટિકલ અથવા વારસાગત પ્રોબ્લેમ કહી શકાય. પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ મસલ માંસ વધુ હોય છે માટે જ સ્ત્રીઓ કરતાં પુરુષોનું મૅટાબોલિઝમ ઊંચું હોય છે. જિનેટિક્સ, જાતિ અને ઉંમર આ બધાં પરિબળો મૅટાબોલિઝમ પર અસર કરે છે જે આપણા હાથમાં નથી.

દિવસ દરમ્યાન દર ૨-૩ કલાકે થોડું થોડું ખાવાથી મૅટાબોલિઝમ ઇમ્પ્રુવ થાય છે, કારણકે તેનાથી શરીરને એ સંકેત મળે છે કે તેને થોડા-થોડા સમયે કંઈને કંઈ મળતું રહેશે જેથી શરીરે અૅનર્જીનો સંગ્રહ કરવાની જરૂર નથી. આમ શરીરને મળતી શક્તિનું મેદના રૂપમાં સંગ્રહ થવાનું ઘટશે અને મૅટાબોલિઝમ ઊંચું જશે. મૅટાબોલિઝમ એટલે તમે કેટલી કૅલરી ઉત્પન્ન કરો છો અને કેટલી ખર્ચ કરો છો એનું ગણિત. આજની આપણી જીવનશૈલી એવી છે કે આપણે જે ખાઈએ છીએ તેટલું ખર્ચ કરતા નથી. માટે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ૫ કલાક એક્સરસાઈઝ કરવી ખૂબ જ જરૂરી છે. તેનાથી શરીરને કૅલરી ખર્ચ કરવાની આદત પડશે અને મૅટાબોલિઝમ ઇમ્પ્રુવ થશે. લાંબા ગાળે વેઇટ ટ્રેઇનિંગ લઈ શકાય તો લેવી. કારણકે વેઇટ ટ્રેઇનિંગથી બોડીમાં મસલ માંસનો વધારો થાય છે જે મૅટાબોલિઝમ માટે ફાયદાકારક છે. વધુ સમય ભૂખ્યું ન રહેવું, રાત્રે મોડે સુધી ન જાગવું, મેન્ટલ સ્ટ્રેસથી દૂર રહેવું, આલ્કોહોલ અને સિગારેટનું સેવન ન કરવું. 

04 June, 2021 02:33 PM IST | Mumbai | Dr. Yogita Goradia

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

બાળકનું પાચન સ્ટ્રૉન્ગ બનાવવા માટે શું કરવું?

આજનો સમય એવો છે કે તમે તેને બહારના ખોરાકથી કે પ્રોસેસ્ડ ફૂડથી કે ઊતરતી કક્ષાના ભેળસેળિયા ફૂડથી બચાવી શકશો નહીં

11 June, 2021 02:53 IST | Mumbai | Dr. Pankaj Parekh
હેલ્થ ટિપ્સ

સમય સે પહલે પ્યુબર્ટી?

ઇટાલિયન જર્નલ ઑફ પીડિયાટ્રિક્સમાં છપાયેલા અભ્યાસ મુજબ ગયા વર્ષે લૉકડાઉન દરમ્યાન અર્લી પ્યુબર્ટીના કેસમાં બમણો વધારો જોવા મળ્યો છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં પણ સ્થિતિ લગભગ એવી જ છે ત્યારે પ્રિકૉશ્યસ પ્યુબર્ટી પાછળનાં કારણો આજે સમજવાની કોશિશ કરીએ

11 June, 2021 02:28 IST | Mumbai | Jigisha Jain
હેલ્થ ટિપ્સ

પ્રિ-ડાયાબેટિક સ્ટેજમાં ભાત કેટલો ખાવો?

મારો પ્રશ્ન એ છે કે મેં સાંભળ્યું છે કે ભાત ખાવાથી શુગર વધે છે - શું એ સત્ય છે? હું તો વર્ષોથી ભાત ખાઉં છું અને એ જ મારું મેઇન ડાયટ છે.

09 June, 2021 01:18 IST | Mumbai | Yogita Goradia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK