Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > International Dance Day 2024: મોંઘીદાટ દવા લેવા કરતાં નાચી લેવું સારું! આ બીમારીઓનું જોખમ ટાળે છે ડાન્સ

International Dance Day 2024: મોંઘીદાટ દવા લેવા કરતાં નાચી લેવું સારું! આ બીમારીઓનું જોખમ ટાળે છે ડાન્સ

29 April, 2024 12:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

International Dance Day 2024: ડાન્સ કરવાથી શરીર અને આત્માલક્ષી પણ અનેક લાભ થતાં હોય છે. નૃત્ય એ વ્યક્તિને તાણમાંથી મુક્ત કરે છે.

ડાન્સ માટેની પ્રતીકાત્મક ફાઇલ તસવીરનો કોલાજ

International Dance Day 2024

ડાન્સ માટેની પ્રતીકાત્મક ફાઇલ તસવીરનો કોલાજ


કી હાઇલાઇટ્સ

  1. તમે ડાન્સ કરો છો તો તમારી સ્થૂળતા ઓછી થઈ જાય છે
  2. દરરોજ 20 મિનિટ ડાન્સ કરવાથી શરીરનું રક્ત પરિભ્રમણ સુધરે છે
  3. ડાન્સ કરવામાં આવે તો હૃદયના ધબકારાને સ્થિરતા મળે છે

આજે 29 એપ્રિલના રોજ આંતરાષ્ટ્રીય નૃત્ય દિવસ (International Dance Day 2024)ની ઉજવણી કરવામાં આવતી હોય છે. ખાસ તો આ દિવસ સંપૂર્ણરીતે નૃત્યને માટે સમર્પિત કરવામાં આવ્યો છે. નાચવું એ પણ એવી કળા છે જે સદીઓથી અનેક લોકોને મનોરંજન પૂરું પાડતું આવ્યું છે. પણ શું તમે જાણો છો કે ડાન્સ કરવાથી શરીર અને આત્માલક્ષી પણ અનેક લાભ થતાં હોય છે. વ્યાવસાયિક નૃત્ય હોય કે શોખ માટે નૃત્ય એ વ્યક્તિને તાણમાંથી મુક્ત કરે છે અને આનંદ-મોજના હોર્મોન્સને રીલીઝ કરે છે.

આવો, જાણીએ કે ડાન્સ કરવાથી વ્યક્તિને કયા કયા શારીરિક લાભ મળે છે?



તણાવમાંથી મળી શકે છે મુક્તિ: ખાસ તો જો તમે દરરોજ માત્ર 15થી 20 મિનિટ નૃત્ય કરો છો, તો તમે સંપૂર્ણપણે તણાવથી દૂર રહી શકો છો. આ સાથે જ ગમે તેવી વ્યક્તિ હોય તેનો મૂડ પણ સુધરી જતોઈ હોય છે. જે લોકો ઉત્તેજના સાથે ડાન્સ કરતા હોય છે તેઓમાં ડિપ્રેશન સંબંધિત લક્ષણો ખૂબ જ ઓછા દેખાય છે.


સ્થૂળતા ઘટી જાય છે : જો તમે ડાન્સ કરો છો તો તમારી સ્થૂળતા ઓછી થઈ જે છે. તમે નિયમિત ચાલો કે પછી ડાન્સ કરો બંને સરખું જ છે. બંને પ્રવૃત્તિઓ લગભગ સમાન કેલરી બર્ન કરે છે. દરરોજ ઓછામાં ઓછા 20-30 મિનિટ સુધી ડાન્સ (International Dance Day 2024) કરવામાં આવે તો એક મહિનામાં આની અસર જોવક મળી શકે છે.

હૃદયનું આરોગ્ય પણ સુધરતું હોય છે : ડાન્સ (International Dance Day 2024) દ્વારા વ્યક્તિના હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકાય છે. ડાન્સ કરવામાં આવે તો હૃદયના ધબકારાને સ્થિરતા મળે છે. જેને કારણે હૃદય રોગ થવાના જોખમમાં ઘટાડો થાય છે.


પોશ્ચરમાં પણ આવે છે સુધારો: એકંદર આરોગ્ય અને સુખાકારી માટે સારી મુદ્રા આવશ્યક હોય છે અને ડાન્સ કરવામાં આવે તો વ્યક્તિની મુદ્રામાં પણ સુધારો થતો હોય છે. જેમ જેમ તમે યોગ્ય તકનીકો અને નૃત્ય સ્વરૂપો શીખીને ડાન્સ કરો છો તો તમારું શરીર યોગ્ય પોશ્ચર અપનાવે છે. 

એનર્જી અને સ્ટેમિના વધે છે: ડાન્સ કરવાથી વ્યક્તિના એનર્જી લેવલમાં સુધારો થાય છે. એવું પણ કહી શકાય કે થાક દૂર કરવા માટે ડાન્સ કરવો જોઈએ. આ ઉપરાંત સેક્સ્યુઅલ હેલ્થ માટે સ્ટેમિના પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

રક્ત પરિભ્રમણમાં પણ થાય છે સુધારો: દરરોજ 20 મિનિટ ડાન્સ (International Dance Day 2024) કરવાથી શરીરનું રક્ત પરિભ્રમણ સુધરે છે. ડાન્સ કરતી વખતે તમારા શરીરના અંગો હલનચલન કરે છે જેના કારણે શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રહે છે અને ઓક્સિજનનો પુરવઠો પણ યોગ્ય રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK