Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ગૅજેટના વધુ પડતા ઉપયોગને કારણે બેફામ વધી રહી છે કા​ર્ટિલેજની સમસ્યા

ગૅજેટના વધુ પડતા ઉપયોગને કારણે બેફામ વધી રહી છે કા​ર્ટિલેજની સમસ્યા

01 May, 2024 07:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૅજેટ વાપરવાં તો પડશે જ, પરંતુ બ્રેક લઈને વાપરો. દરેક સ્નાયુને મજબૂત બનાવવા સ્ટ્રેચિંગ કરો.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


અમે ભણતા હતા ત્યારે ટ્રાયેન્ગ્યુલર ફાઇબ્રોકા​ર્ટિલેજ કૉમ્પ્લેક્સ ઇન્જરી નામનો એક નાનકડો ટૉપિક હતો. એના વિશે અમે માનતા હતા કે આવી તકલીફ ભાગ્યે જ કોઈને આવે. જોકે જેમ સમય બદલાય એમ લોકોની તકલીફો પણ બદલાય છે. આજે આપણી દુનિયામાં અને જીવન જીવવાની રીતમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આ અઢળક પરિવર્તનોમાં સૌથી મહત્ત્વનું પરિવર્તન છે ગૅજેટનો વધતો ઉપયોગ. આ ઉપયોગને કારણે ઘણી બીમારીઓ વધી છે, ઘણી તકલીફો વધી છે અને એમાંની એક છે ટ્રાયેન્ગ્યુલર ફાઇબ્રોકાર્ટિલેજ કૉમ્પ્લેક્સ ઇન્જરી, જેને ટૂંકમાં TFCC ઇન્જરી
કહેવાય છે. 

આ ઇન્જરી કાર્ટિલેજની છે. હાથની ટચલી આંગળીના નીચેના ભાગમાં હથેળીની બહારની તરફ આવેલા કાર્ટિલેજમાં તકલીફ આવે એટલે તમારા કાંડા પર અસર થાય અને કાંડું દુખે. આ ઇન્જરી બે પ્રકારની હોય છે : કાં તો કાર્ટિલેજ ફાટી જાય અથવા તો એ ખેંચાય એટલે કે એના પર તાણ આવે. ગૅજેટના ઓવરયુઝથી મોટા ભાગે એ ફાટે નહીં, સ્ટ્રેઇન આવે એટલે કે એના પર એક પ્રકારની તાણ આવે. મારી પાસે હાલમાં ૪૦ વર્ષનો એક યુવાન આ તકલીફ સાથે આવેલો. છેલ્લા ૬ મહિનાથી તે આ પીડામાંથી પસાર થઈ રહ્યો હતો. તે ડૉક્ટર પાસે ગયો તો તેમણે સોજો ઊતરવાની દવાઓ આપી, પણ એનાથી પેઇન જતું નહોતું. 



પ્રૉબ્લેમ એ હતો કે તે લૅપટૉપ પર સતત સાતથી ૧૦ કલાક કામ કરતો. એમાં તે એટલો રચ્યોપચ્યો રહેતો કે વચ્ચે બ્રેક લેવાનું જ ભૂલી જતો. સ્ક્રીન તમારા મગજ પર એવો કાબૂ કરે છે કે તમે બધું જ ભૂલી જાઓ છો. જે પૉપકૉર્નનું મોટું ટબ ​થિયેટરમાં બેસીને તમે ખાઈ જાઓ છો એને ઘરે કોઈ વાર ડાયનિંગ ટેબલ પર ટ્રાય કરજો. તમે એ ક્યારેય નહીં ખાઈ શકો. એટલે સ્ક્રીનમાં ગરકાવ થઈને ભાન ભૂલો એ પહેલાં હેલ્થ વિશે સજાગ થવું જરૂરી છે. TFCC એક નાનકડા કાર્ટિલેજની તકલીફ છે જેને ઠીક થતાં વાર લાગે છે. શરીરમાં મોટા સ્નાયુઓ જલદી ઠીક થાય અને નાના સાંધાઓને ઠીક થતાં વાર લાગે. એક દરદીને હાલમાં મેં અમુક ખાસ સ્ટ્રેચ અને એક્સરસાઇઝ આપ્યાં છે જેને લીધે તેનો દુખાવો ઘણો ઓછો છે. જોકે એક ડૉક્ટર તરીકે હું તેને એમ કહું કે લૅપટૉપ પર કામ કરવાનું છોડી દે તો એમ ક્યાંથી ચાલવાનું? તેની નોકરીનો સવાલ છે. એટલે અમે કોશિશ એ કરીએ છીએ કે કામ કરતાં-કરતાં પણ એ ઇન્જરી હીલ થાય. 


આ પ્રકારની ઇન્જરી ઠીક થવામાં સમય લાગે છે, પણ એને ન થવા દેવી એ આપણા હાથમાં છે. ગૅજેટ વાપરવાં તો પડશે જ, પરંતુ બ્રેક લઈને વાપરો. દરેક સ્નાયુને મજબૂત બનાવવા સ્ટ્રેચિંગ કરો. સારી ડાયટ રાખો અને કોઈ પણ વસ્તુનો અતિરેક ન કરો. 

અહેવાલ : વિભૂતિ કાણકિયા 


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK