Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સવારે બટરવાળી કૉફી સારી? કોકોનટ ઑઇલ સારું કે ઘી પીવાનું સારું?

સવારે બટરવાળી કૉફી સારી? કોકોનટ ઑઇલ સારું કે ઘી પીવાનું સારું?

07 May, 2024 07:21 AM IST | Mumbai
Yogita Goradia

વજન અને વર્કઆઉટના હિસાબે કેટલું પ્રોટીન લેવું એ સમજ્યા વિના જો તમે એ પણ આડેધડ લેશો તો એનાથી પણ વજન વધશે જ. 

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


ઇન્ટરનેટ પર હવે ન હોય એટલા ટ્રેન્ડ નીકળે છે અને એના ખુલાસા આપતાં-આપતાં થાકી જવાય છે. જ્યારે પણ પેશન્ટ્સ ડાયટિશ્યન પાસે આવે એ પહેલાં જ તે એટલુંબધું વાંચીને આવ્યો હોય કે તેણે પોતે લિસ્ટ તૈયાર રાખ્યું હોય. મેં સોશ્યલ મીડિયા પર બટર કૉફી પીને હેલ્ધી રહેવાની ટિપ્સ આપતી ફલાણી ઍક્ટ્રેસની રીલ જોઈ... શું હું એ કરું?’

‘મેં એક્સરસાઇઝ કરવાનું શરૂ 
કર્યું છે તો ફલાણી કંપનીનો પ્રોટીન પાઉડર લઉં?’



અમને તેની મેડિકલ હિસ્ટરી સમજીને પ્રૉપર ડાયટ પ્લાન કરતાં ૧૫-૨૦ મિનિટ જ લાગે, પણ પેશન્ટના મગજમાં જે કચરો પડ્યો હોય એને કાઢતાં બહુ વાર લાગે. વેઇટ-લૉસવાળા દરદીઓને ઝટપટ વેઇટ ઉતારવું હોય અને એ માટે તેઓ ફૅટવાળા ડાયટ વિશે તો પૂછે, પૂછે અને પૂછે જ. થોડા સમય પહેલાં બટર કૉફી ચાલેલી, પછી વર્જિન કોકોનટ ઑઇલ વિશે લોકો પૂછતા. હવે લોકો પૂછે છે કે વિદેશી બટર કૉફી કે કોકોનટ ઑઇલમાં હું નથી માનતો, પણ આપણું દેશી ઘી સવારે પીઉં તો ચાલે? લગભગ દર ત્રીજા વેઇટલૉસના દરદીના આ સવાલ હોય છે. શૉર્ટકટ શોધનારા દરેકના મનમાં આ સવાલ હશે એટલે કહી દઉં કે આમાંથી દરેક ટ્રેન્ડ પોતાની રીતે ઠીક છે, પણ તમારા શરીરની જરૂરિયાત શું છે એ સમજ્યા વિના આંધળૂકિયાં શું કામ કરો છો? તમારા શરીરને ફૅટ પણ મળે અને સાથે અન્ય ન્યુટ્રિશન પણ મળે એવો બેસ્ટ ઑપ્શન્સ આપણા નટ્સ અને ડ્રાયફ્રૂટ્સમાં છે જ. એક મુઠ્ઠી નટ્સ અને ડ્રાયફ્રૂટ્સ રાતે પલાળીને રોજ સવારે ખવાય તો એમાં પણ બેસ્ટ ટાઇપના ફૅટી ઍસિડ્સ છે. બટર, તેલ કે ઘીમાં ભરેલી નકરી સેચુરેટેડ ફૅટ્સ પેટમાં ઠાલવવી એના કરતાં નટ્સ બધી રીતે બૅલૅન્સ્ડ ન્યુટ્રિશન પણ આપશે અને જરૂરી ફૅટી ઍસિડ્સ પણ એમાંથી મળી જશે. 


આવી જ બીજી એક વાત પ્રોટીન પાઉડરની છે. સહેજ કસરત કરવાની શરૂ કરી નથી કે હવે હું પ્રોટીન પાઉડર લઉં? કયો લઉં? એ સવાલ આવી જ જાય. હું એવું જરાય નથી કહેતી કે તમામ પ્રોટીન પાઉડર ખરાબ જ છે અને કદી લેવો જ ન જોઈએ. જ્યારે ડાયટમાંથી પ્રોટીનની જરૂરિયાત પૂરી ન થાય એમ હોય ત્યારે પ્રોટીન પાઉડર બરાબર છે. બાકી, તમારા વજન અને વર્કઆઉટના હિસાબે કેટલું પ્રોટીન લેવું એ સમજ્યા વિના જો તમે એ પણ આડેધડ લેશો તો એનાથી પણ વજન વધશે જ. 


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 07:21 AM IST | Mumbai | Yogita Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK