આ મામલે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટીએ ભારતમાં તપાસ શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર
આઇફોન ઑપરેટિંગ સિસ્ટમ (iOS) 18ની સમસ્યાઓને કારણે ઍપલે સૉફ્ટવેર વૉરન્ટી ન આપવાની શરતો મૂકી છે એ બાબતે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી (CCPA)એ ભારતમાં તપાસ શરૂ કરી દીધી હોવાના અહેવાલ છે. આ તપાસ એવી ફરિયાદોને પગલે હાથ ધરવામાં આવી છે જેમાં આરોપ છે કે iOS 18ને કારણે આઇફોનની સ્ક્રીનને નુકસાન થયું હતું, જેને લીધે યુઝર્સને રિપેરિંગ માટે વધારે રકમ ચૂકવવી પડી હતી. જોકે અહેવાલો અનુસાર ઍપલનું કહેવું છે કે આ નીતિ ઉદ્યોગનાં ધોરણોને અનુરૂપ છે.
જો આ કેસમાં ઍપલને દોષી ઠેરવવામાં આવે તો એને દંડ ભરવો પડી શકે છે, પરંતુ એનાથી પણ મહત્ત્વની વાત એ છે કે એણે રીફન્ડ આપવાની અથવા એની વ્યાવસાયિક પદ્ધતિઓમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે. સૉફ્ટવેર અપડેટ્સ બાદ સ્માર્ટફોન કંપનીઓને વારંવાર ફરિયાદોનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
2018માં ઇટલીએ ઍપલને ગ્રાહકોને iOS 10 અપડેટ જૂના આઇફોનના પ્રદર્શન પર કેવી રીતે પ્રતિકૂળ અસર કરી શકે છે એ વિશે સલાહ ન આપવા બદલ અને કાનૂની વૉરન્ટી વિના ફોનને સપોર્ટ ન આપવા બદલ પ્રતિબંધ લગાવી દીધા હતા.
