સોશ્યલ મીડિયા જાયન્ટ મેટા કંપનીએ એની મેસેજિંગ ઍપ્લિકેશન વૉટ્સઍપમાં એક નવા ફીચરની જાહેરાત કરી છે. વૉટ્સઍપમાં યુઝર્સ હવે મેસેજની આપ-લે દરમ્યાન રિયલ ટાઇમ ટ્રાન્સલેશન કરી શકે એવું ફીચર કંપનીએ ઍડ કર્યું છે.
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા જાયન્ટ મેટા કંપનીએ એની મેસેજિંગ ઍપ્લિકેશન વૉટ્સઍપમાં એક નવા ફીચરની જાહેરાત કરી છે. વૉટ્સઍપમાં યુઝર્સ હવે મેસેજની આપ-લે દરમ્યાન રિયલ ટાઇમ ટ્રાન્સલેશન કરી શકે એવું ફીચર કંપનીએ ઍડ કર્યું છે. વૉટ્સઍપનું આ નવું ફીચર ઍન્ડ્રૉઇડ મોબાઇલમાં ૬ અને આઇ-ફોનમાં ૧૯ ભાષાઓ સાથે ઉપલબ્ધ હશે. સમય સાથે ભાષાઓની સંખ્યા પણ વધારવામાં આવશે. કંપનીએ એવી પણ જાહેરાત કરી હતી કે ટ્રાન્સલેશન યુઝરના મોબાઇલની અંદર જ થશે એટલે ગોપનીયતાનો કોઈ ભંગ નહીં થાય. આ ફીચર પર્સનલ, ગ્રુપ અને ચૅનલ અપડેટ્સમાં કામ કરશે એટલું જ નહીં, એ પછી આવનારા મેસેજ પણ ડિફૉલ્ટરૂપે ઑટોમૅટિક ટ્રાન્સલેટ થયા કરે એ માટે પણ વિકલ્પ મળશે.
આ રીતે ઉપયોગમાં લઈ શકાશે નવું ફીચર
રિયલ ટાઇમ ટ્રાન્સલેટ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે સ્માર્ટફોનમાં ગૂગલ ટ્રાન્સલેટની ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવી પડશે. વૉટ્સઍપમાં ચૅટિંગ દરમ્યાન જે ટેક્સ્ટનું ટ્રાન્સલેશન કરવું હોય એ ટેક્સ્ટ પર લૉન્ગ પ્રેસ કરીને ‘ટ્રાન્સલેટ’નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે એટલે વૉટ્સઍપના ચાલુ ચૅટબૉક્સની અંદર જ ટ્રાન્સલેટ થયેલી ટેક્સ્ટ દેખાડવામાં આવશે.


