વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડની નેશનલ ચેમ્પિયનશિપ હાલ ભારતમાં યોજાઈ રહી છે ત્યારે17 નવેમ્બરથી 19 નવેમ્બર દરમિયાન, ડોર્ટમંડ-જર્મનીમાં ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં થવાનું છે, જેમાં ભારતના બાળકો કેન્દ્રમાં રહેશે. 2022 માટે વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડની થીમ `માય રોબોટ માય ફ્રેન્ડ છે`. રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું મિશ્રણ વિશ્વ અને ખાસ કરીને માનવીય વાતાવરણને બદલી શકે છે. હવામાનના પડકારો એ માર્ગો સાથે જોડાયેલા છે જેમાં રોબોટ્સ મનુષ્યોને મદદ કરી શકે છે. રોબોમિશન કેટેગરીમાં ટીમ એવા રોબોટ્સ બનાવશે અને પ્રોગ્રામ કરશે જે રોજિંદા ઘરના કામમાં માનવને મદદ કરી શકે, આગ જેવી કટોકટીની સ્થિતિમાં મદદ કરી શકે અને હોસ્પિટલમાં કૅરટેકર અને ટ્રાન્સપોર્ટની ભૂમિકા નિભાવી શકે. ટીમો પાસે રોબોટ મૉડેલ વિકસાવવાનું કાર્ય છે જે લોકોના રોજિંદા જીવનમાં મિત્ર અને સહાયક તરીકે રોબોટનું પ્રતિનિધિત્વ કરે છે. આ કૉમ્પિટિશનમાં મુંબઈના ગુજરાતી છોકરાએ દેશનું ગૌરવ વધારતા નેશનલ ક્વૉલિફાઇ કર્યું છે અને તેણે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપની તૈયારીઓ કરી છે. જાણો ક્રિતાર્થ મોદી વિશે વધુ...
14 November, 2022 04:42 IST | Mumbai | Shilpa Bhanushali