Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > સમન્થા રૂથ પ્રભુ ગુડ ગેમના ગ્લોબલ એમ્બેસેડર તરીકે ઋષભ પંત સાથે જોડાયા

સમન્થા રૂથ પ્રભુ ગુડ ગેમના ગ્લોબલ એમ્બેસેડર તરીકે ઋષભ પંત સાથે જોડાયા

Published : 29 January, 2026 02:26 PM | IST | Ahmedabad
Bespoke Stories Studio | bespokestories@mid-day.com

ભારતના પ્રથમ ગ્લોબલ ગેમિંગ સુપરસ્ટારની શોધ રૂ.1 કરોડના ઇનામ પૂલથી શરૂ થાય છે, ગુડ ગેમ, દુનિયાનો પહેલો લાઈવ ગ્લોબલ ગેમિંગ રિયાલિટી શો, જે ભારતના પહેલા ગ્લોબલ ગેમિંગ સુપરસ્ટારની શોધમાં છે, તેણે આજે ભારતમાં તેની શરૂઆતની જાહેરાત કરી છે.

સમન્થા રૂથ પ્રભુ ગુડ ગેમના ગ્લોબલ એમ્બેસેડર તરીકે ઋષભ પંત સાથે જોડાયા

સમન્થા રૂથ પ્રભુ ગુડ ગેમના ગ્લોબલ એમ્બેસેડર તરીકે ઋષભ પંત સાથે જોડાયા


ગુડ ગેમ, દુનિયાનો પહેલો લાઈવ ગ્લોબલ ગેમિંગ રિયાલિટી શો, જે ભારતના પહેલા ગ્લોબલ ગેમિંગ સુપરસ્ટારની શોધમાં છે, તેણે આજે ભારતમાં તેની શરૂઆતની જાહેરાત કરી છે. પ્રખ્યાત અભિનેત્રી, ઉદ્યોગસાહસિક અને યુવા આઇકોન સામંથા રૂથ પ્રભુને ભારતના સૌથી ગતિશીલ ક્રિકેટ આઇકોન ઋષભ પંત અને ભારતના સૌથી પ્રભાવશાળી ગેમિંગ નિર્માતાઓમાંના એક ઉજ્જવલ ચૌરસિયા (ટેક્નો ગેમર્ઝ) સાથે ગ્લોબલ   બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુડ ગેમે એક કરોડ રૂપિયા (૧,૦૦,૦૦૦ લાખ અમેરિકી ડોલર) ની માતબર ઇનામી રકમની પણ જાહેરાત કરી છે, જે ભારતમાં કોઈપણ રિયાલિટી શોના વિજેતા માટેની સૌથી મોટી રકમોમાંની એક છે, સાથે જ વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક પણ આપવામાં આવી છે.



ગુડ ગેમ આ શોમાં વાર્ષિક રૂ. ૧૦૦ કરોડ સુધીનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે, અને હાલમાં બ્રાન્ડ ભાગીદારો અને પ્રાયોજકોને આ અનોખા સ્પર્ધાત્મક શોમાં જોડાવા માટે આમંત્રણ આપી રહી છે, જે ભારતના યુવા પ્રેક્ષકોમાંથી ઓછામાં ઓછા ૫૦૦ મિલિયનલોકો સુધી પહોંચવાનું વચન આપે છે.


પહેલીવાર આ પ્રકારના સ્પર્ધાત્મક રિયાલિટી ફોર્મેટ તરીકે તૈયાર કરવામાં આવેલ `ગુડ ગેમ`, દેશમાં સ્પર્ધાત્મક ગેમિંગની એક નવી શરૂઆત છે, જે ઈ-સ્પોર્ટ્સ, મનોરંજન અને અસલી પ્રદર્શનને એક જ પ્લેટફોર્મ પર લાવે છે.

સ્પર્ધકોની માત્ર તેમની ગેમિંગ સ્કીલ્સ પર જ નહીં, પરંતુ તેમની ક્રિયેટિવિટી, ઓન-સ્ક્રીન પ્રેઝન્સ અને પ્રેશર  હેઠળના પ્રદર્શન પર પણ કસોટી કરવામાં આવશે - જે એક વ્યવસાય અને પોપ્યુલર કલ્ચર તરીકે ગેમિંગના બદલાતા પ્રવાહોને પણ દર્શાવે છે. ઓડિશન માટે રજિસ્ટ્રેશન https://www.goodgameshow.tv/india-audition-application પર શરૂ થઈ ચૂક્યા છે, જેમાં એમેચ્યોર  અને પ્રોફેશનલ ગેમર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને પર્ફોર્મર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે.


ભારતમાં શોના લોન્ચ પર બોલતા, ગુડ ગેમના ફાઉન્ડર  રાય  કોકફિલ્ડે કહ્યું, “ભારતમાં વિશ્વના સૌથી મોટા મનોરંજન અને ગેમિંગ કમ્યૂનિટીમાંથી એક છે, અને અમે ભારતમાં પહેલીવાર આ બે ક્ષેત્રો વચ્ચેના અંતરને દૂર કરવા માટે ઉત્સાહિત છીએ. ગુડ ગેમ ભારતભરની પ્રતિભાઓને વૈશ્વિક માન્યતા અને જીવનભરની તકો મેળવવામાં મદદ કરશે, જીવન અને કારકિર્દીમાં પરિવર્તન લાવશે.

અમે એવા બ્રાન્ડ્સ તરફથી પણ જબરદસ્ત પ્રતિસાદ જોયો છે જેઓ આ અનોખી તક સાથે ભાગીદારી કરવા માંગે છે, જે લાંબા સમય સુધી ચાલનારા કન્ટેન્ટ, મજબૂત કમ્યુનિટી અને સર્વાધિક સંભાવનાઓ ધરાવતા બિઝનેસનો સંગમ છે. હું અમારા એમ્બેસેડર્સનો ખૂબ આભારી છું, જેમણે શોને પોતાનું સંપૂર્ણ સમર્થન અને નિષ્ણાત અનુભવ આપ્યો છે, જે ભારતના પ્રથમ ગ્લોબલ ગેમિંગ સુપરસ્ટારને શોધવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

ગુડ ગેમ ઈન્ડિયા સાથેની પોતાની સહભાગિતા વિશે વાત કરતા સામંથા રૂથ પ્રભુએ જણાવ્યું કે, `ગુડ ગેમ બતાવે છે કે આજે સપનાઓ કેવી રીતે બદલાઈ રહ્યા છે. પ્રતિભા હવે કોઈ એક ચોક્કસ બીબામાં ફિટ નથી થતી અને મહત્વાકાંક્ષા હવે કોઈ એક જ રસ્તા પર નથી ચાલતી. આ પ્લેટફોર્મ વિશે જે બાબત મને ઉત્સાહિત કરે છે તે એ છે કે, તે સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને દબાણ હેઠળ પ્રદર્શન કરવાના સાહસને ઓળખે છે, સાથે જ યુવા ભારતીયોને વૈશ્વિક મંચ પર ઓળખ મેળવવાની તક આપે છે. આ માત્ર એક શો નથી - આ આગામી પેઢી માટે સફળતા કેવી હોઈ શકે, તેને ફરીથી વ્યાખ્યાયિત કરવાની એક તક છે

ઓડિશન માટે રજિસ્ટ્રેશન હવે શરૂ થઈ ગયા છે

ગુડ ગેમ ઇન્ડિયા ઓડિશન માટે રજિસ્ટ્રેશન હવે ખુલ્લી છે અને 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ ભારતીય નાગરિક તેના માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

પસંદ કરાયેલા સહભાગીઓને ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં અને ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ દિલ્હીમાં રૂબરૂ ઓડિશન માટે સીધા બોલાવવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2026 02:26 PM IST | Ahmedabad | Bespoke Stories Studio

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK