Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > નાની ઉંમરે ઇજેક્યુલેશનના પ્રૉબ્લેમ આવવાનું કારણ કયું હોઈ શકે?

નાની ઉંમરે ઇજેક્યુલેશનના પ્રૉબ્લેમ આવવાનું કારણ કયું હોઈ શકે?

Published : 06 April, 2026 12:37 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

એક પણ જાતની શારીરિક સમસ્યા ન હોવા છતાં પણ જો ઇજેક્યુલેશન ન થતું હોય તો એ માટે માનસિક કારણો વધારે કારણભૂત છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


આજકાલ એક સમસ્યા વિશે વારંવાર સાંભળવા મળે છે કે ઇન્ટિમેટ રિલેશનની ઇચ્છા હોવા છતાં ઇજેક્યુલેશન નથી થતું. ઉંમર નાની હોવા છતાં આ પ્રૉબ્લેમ અત્યારના સમયમાં સામાન્ય બનતો જાય છે. હમણાં એક સેમિનારમાં જવાનું થયું ત્યારે હજી તો માંડ ત્રીસી વટાવી હોય એવા ચાલીસેક જેટલા યંગસ્ટર્સનો આ પ્રશ્ન આવ્યો. આ પ્રશ્ન બહુ મોટા પાયે વિસ્તરી રહ્યો છે ત્યારે સમજવાની જરૂર છે કે આ ઇશ્યુ પાછળનાં કારણો શું છે?

એક પણ જાતની શારીરિક સમસ્યા ન હોવા છતાં પણ જો ઇજેક્યુલેશન ન થતું હોય તો એ માટે માનસિક કારણો વધારે કારણભૂત છે. જેન-ઝીમાં આ પ્રૉબ્લેમ જોવા મળે છે એની પાછળનું કારણ પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટી છે. પૉર્ન અને સસ્તું મનોરંજન આપતી વેબ-સિરીઝ જોવાની આદતને કારણે પોતે પર્ફોર્મન્સ બરાબર કરી શકશે કે નહીં એ ડર અથવા એ ટેન્શન ચરમસીમા સુધી પહોંચવામાં અવરોધ ઊભો કરે છે. આ ઉપરાંત આજની ફાસ્ટ લાઇફ પણ આ બધા પાછળ જવાબદાર છે. જૉબ, સ્ટડી કે અંગત જીવનની સમસ્યાઓ ફિઝિકલ સૅટિસ્ફૅક્શન આપવાની પ્રક્રિયા ધીમી કરી દે છે. આ ઉપરાંતનું ત્રીજું મહત્ત્વનું કોઈ કારણ હોય તો એ છે ગિલ્ટ. જો સેક્સ પ્રત્યે મનમાં કોઈ પ્રકારનો ગુનો કે શરમનો ભાવ હોય તો એવા સમયે પણ શરીર કુદરતી રીતે રિસ્પૉન્ડ નથી કરતું.



આ સિવાયનું એક નવું કારણ હમણાં-હમણાં જોવા મળે છે અને એ છે મૅસ્ટરબેશનનો અતિરેક. આ કારણ મેલ-ફીમેલ બન્નેને લાગુ પડે છે. મૅસ્ટરબેશનનો અતિરેક થતો હોય ત્યારે ફૅન્ટસી જ ચરમસીમાનો અનુભવ કરાવવા માંડે છે, જેને લીધે ગમતી વ્યક્તિ સાથે ગમતી પળો માણવા મળતી હોય એ પછી પણ એ જે ચરમસીમાનો અનુભવ છે કે પછી ઇજેક્યુલેશનની ફીલિંગ્સ છે એ આવતી નથી.


મૅસ્ટરબેશન ખરાબ છે એવું કહેવાનો ભાવ નથી, પણ એનો અતિરેક ખરાબ છે એ તો હકીકત જ છે. ઘણા એવા લોકો પણ હવે જોવા મળે છે કે પૉર્ન જોયા પછી જ તે ઉત્તેજિત થાય છે. આ જે ઉત્તેજનાનો તબક્કો છે એ તબક્કામાં કૃત્રિમતા વધારે જવાબદાર હોય છે, પરિણામે જ્યારે તેને એ પ્રકારનું મનોરંજન નથી મળતું ત્યારે શરીર સાથ નથી આપતું એટલે એનો અતિરેક પણ ટાળવો જોઈએ.

કેટલીક વખત મેડિકલ કારણસર પણ આવી પરિસ્થિતિ ઊભી થાય છે. ઍન્ટિ-ડિપ્રેશન દવાઓ, ઍન્ટિ-ઍન્ગ્ઝાયટી દવાઓની આ જ આડઅસર છે એટલે જો એ દવા ચાલતી હોય તો વધારે ટેન્શન લેવાની જરૂર નથી જ્યારે ડાયાબિટીઝ અને હૉર્મોનલ ઇન્સ્ટેબિલિટી પણ ઇજેક્યુલેશનમાં પ્રૉબ્લેમ ઊભો કરી શકે છે માટે એક વખત પોતાનું કારણ શોધી એનું યોગ્ય નિદાન કરાવવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 12:37 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK