Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > ગિલ્ટ છોડો, પણ ગૌરવ જાળવો : ઑફિસ-ઍટ્રૅક્શન કેવી રીતે હૅન્ડલ કરવું?

ગિલ્ટ છોડો, પણ ગૌરવ જાળવો : ઑફિસ-ઍટ્રૅક્શન કેવી રીતે હૅન્ડલ કરવું?

Published : 27 April, 2026 01:41 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

વર્કિંગ પ્લેસ પર કોઈ માટે આકર્ષણ થવું એ એક અત્યંત સ્વાભાવિક વાત છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ગયા અઠવાડિયે એક મૅરિડ ભાઈનો ફોન આવ્યો. અવાજમાં સંકોચ હતો અને મનમાં ભારે ગિલ્ટ હતું. તેમણે કબૂલાત કરી કે ઑફિસમાં સાથે કામ કરતી એક સહકર્મી પ્રત્યે તેમને ઍટ્રૅક્શન થઈ રહ્યું છે. તેમને ડર હતો કે શું તેઓ પોતાના જીવનસાથી સાથે દગો કરી રહ્યા છે? શું તેઓ કૅરૅક્ટરલેસ બની રહ્યા છે? પ્રશ્ન તે ભાઈનો હતો, પણ આ પ્રકારના પ્રશ્નો અત્યારે દરેક ત્રીજી કે ચોથી વર્કિંગ વ્યક્તિને સતાવે છે અને તેમનામાં ગિલ્ટ પણ છે.

વર્કિંગ પ્લેસ પર કોઈ માટે આકર્ષણ થવું એ એક અત્યંત સ્વાભાવિક વાત છે. દિવસના આઠથી ૧૦ કલાક વર્કિંગ પ્લેસ પર હોઈએ, સમાન વિચારધારા અને લક્ષ્ય ધરાવતા સાથે સતત કામ થતું હોય. આવી સિચુએશનમાં કોઈની ટૅલન્ટ, નેચર કે લુક પ્રત્યે ખેંચાણ અનુભવાય એમાં કશું જ ખોટું કે અકુદરતી નથી; પણ હા, મનમાં જે ગિલ્ટ આવે છે એમાંથી બહાર આવવું જરૂરી છે, છે અને છે જ. એટલે મનમાં જન્મતા ઇમોશનનો સ્વીકાર કરો. તમે જે અનુભવો છો એને પાપ માનવાને બદલે પ્રતિભાવ તરીકે જુઓ. ગિલ્ટ રાખવાથી માનસિક ભાર વધશે અને એ ભાર ક્યારેક તમને ખોટાં પગલાં લેવા પ્રેરી શકે છે.



બીજી વાત, આકર્ષણ અને પ્રેમ વચ્ચેનો તફાવત સમજો. ઑફિસમાં થતું ઍટ્રૅક્શન ઘણી વાર માત્ર ઇન્ફેચ્યુએશન સમાન હોય છે. તે વ્યક્તિ સાથે તમે પ્રોફેશનલ સ્પેસમાં છો, ઘરની જવાબદારી કે જીવનના સંઘર્ષમાં નહીં એટલે એ ઍટ્રૅક્શન હૅપી-અવર્સની અવસ્થામાં છે. રોજબરોજના જીવનમાં એ આકર્ષણ ક્ષણવારમાં તૂટી જાય એવું બનવાની પૂરેપૂરી સંભાવના છે એટલે એ દિશામાં વધારે સિરિયસ ન થવું. ત્રીજી વાત, ઍટ્રૅક્શન થવું એ તમારા હાથમાં નથી, પણ એ ઍટ્રૅક્શન મુજબ રીઍક્ટ કરવું કે નહીં એ ચોક્કસ તમારા હાથમાં છે. જો તમને લાગે કે લાગણીઓ તીવ્ર બની રહી છે તો પર્સનલી મળવાનું કે વ્યક્તિગત મેસેજ કરવાનું ટાળવું જોઈએ.


ઍટ્રૅક્શનને અટકાવવાનો સૌથી સરળ રસ્તો છે તમારા કલીગ સાથેની વાતચીતને માત્ર કામ પૂરતી મર્યાદિત કરો. જ્યારે પણ મન ભટકે ત્યારે તમારા રિયલ પાર્ટનર સાથે વિતાવેલી સારી ક્ષણોને યાદ કરો. એ આઝાદી અને સંયમ વચ્ચેની પાતળી ભેદરેખા સમજાવવાનું કામ કરશે અને તમને એ પણ સ્પષ્ટ કરશે કે આ એક ટેમ્પરરી ઍટ્રૅક્શન છે અને ટેમ્પરરી ઍટ્રૅક્શનનું કોઈ મહત્ત્વ હોતું નથી. તમને તમારી ખરાબમાં ખરાબ અવસ્થામાં પણ જે પ્રેમ કરે છે, સંબંધો સાચવે છે તે જીવનસાથીનો હાથ હાથમાં રાખીને આગળ વધવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 01:41 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK