Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > INS PLUS હોસ્પિટલ ના સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડોકટરોની ટીમ દ્રારા...

INS PLUS હોસ્પિટલ ના સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડોકટરોની ટીમ દ્રારા...

Published : 01 January, 2025 06:30 PM | IST | Navsari
Bespoke Stories Studio | bespokestories@mid-day.com

આ હોસ્પિટલ સ્થાનિક રહેવાસીઓ તરફથી શ્રેષ્ઠ પ્રતિસાદ મેળવનારી બની છે અને અનેક જીવ બચાવવાનો અભિનવ પ્રયાસ કરી રહી છે. INS Plus હંમેશા શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરવા અને નવસારીના લોકોની ભલાઈ માટે કાર્યરત રહેવામાં પ્રતિબદ્ધ છે.

INS Plus હોસ્પિટલ (નવસારી)

INS Plus હોસ્પિટલ (નવસારી)


નવસારી (ગુજરાત) [ભારત], 1 જાન્યુઆરી: INS Plus હોસ્પિટલની શરૂઆત નવસારીમાં આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે થઈ. અહીં 24 કલાકની કાર્ડિયોલોજી અને ન્યૂરોલોજી સેવાઓની ઘણી જરૂરિયાત હતી, જે આ હોસ્પિટલ દ્વારા પૂરી કરવામાં આવી. અનુભવી ડૉક્ટરો અને આધુનિક પદ્ધતિ સાથે INS Plus એ સસ્તી અને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરી છે. આ હોસ્પિટલ સ્થાનિક રહેવાસીઓ તરફથી શ્રેષ્ઠ પ્રતિસાદ મેળવનારી બની છે અને અનેક જીવ બચાવવાનો અભિનવ પ્રયાસ કરી રહી છે. INS Plus હંમેશા શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરવા અને નવસારીના લોકોની ભલાઈ માટે કાર્યરત રહેવામાં પ્રતિબદ્ધ છે.


INS PLUS હોસ્પિટલ ૩૫+ ડોકટરો, ૭૫ બેડ અને ૨૦૦ સ્ટાફ ધરાવતી એકમાત્ર હોસ્પિટલ નો શુભારંભ જાન્યુઆરી ૨૦૨૩માં નવસારી ખાતે કરવામાં આવ્યો હતો. નવસારી તેમજ આજુબાજુ માં વસતા રહેવાસીઓ માટે આરોગ્યને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાના નિવારણ માટે INS PLUS હોસ્પિટલ 24×7 અત્યાધુનિક, સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડૉકટરો ની ટીમ દ્વારા અફોર્ડેબલ કિંમતે સારવાર આપતી દક્ષિણ ગુજરાત ની એકમાત્ર હોસ્પિટલ પસંદગીમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરેલ છે.



જયાં કાર્ડિયાક સર્જરી, ન્યુરો સર્જરી, ઓર્થો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ENT સર્જરી અને જનરલ સર્જરી ને લગતી દરેક પ્રકાર ની સર્જરી માટે હવે નવસારી તેમજ આજુબાજુ માં વસતા રહેવાસીઓ એ સુરત, મુંબઈ કે અમદાવાદ ગભરાય ને દોડી જવાની જરૂર નથી, કારણકે અહીં સચોટ, સર્વશ્રેષ્ઠ અને તાત્કાલિક સારવાર આપવા માટે નિષ્ણાંત ડોકટરોની ટીમ કટિબદ્ધ છે.


હોસ્પિટલ ની અત્યાર સુધી ની સફરમાં ઘણી ગંભીર / કઠિન સર્જરી તેમજ સારવાર કરવામાં આવી છે.

તેની માહીતી રજુ કરેલ છે.


  • ૧૦૦થી વધારે હાર્ટ એટેકના દર્દીઓ ની એન્જિયોપ્લાસ્ટી દ્રારા ગોલ્ડન અવર્સ દરમ્યાન સફળ સારવાર કરેલ છે.
  • ૮૦થી વધુ દર્દી ઓની ગોલ્ડન અવર્સ દરમ્યાન ઈમર્જન્સી ન્યુરોસર્જરી દ્રારા સફળ સારવાર કરેલ છે.
  • ૩૦થી વધુ સ્ટ્રોક ના દર્દી ઓની થોમ્બોલિસિસ દ્વારા સફળ સારવાર કરેલ છે.
  • ૪૦% જેટલા બર્નસ દર્દીની પણ સફળ સારવાર અહીં કરવામાં આવેલ છે.

તેવી જ એક ઘણી ગંભીર પ્રકારની સફળ સર્જરી કરી એમની સફળતાના કાર્યમાં એક નવો માઈલસ્ટોન રાખેલ છે જેની વિશેષતા જણાવેલ છે.

VALVE IN VALVE"TAVI નામક સર્જરી હાલમાં જ આ હોસ્પિટલ ના નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ Dr. મિહિરસિંહ રાઠોડ અને Dr.પ્રિતેશ પારેખ, પ્રોક્ટર Dr.માણેક ચોપડા અને કાર્ડિયાક સર્જન Dr. દેવાંગ નાયક જેવા અનુભવી ડોકટરોની ટીમ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવેલ છે. એ દરમ્યાન ૨% જેટલા લોકો ને સ્ટ્રોક (લકવો) થવાની શકયતા રહેલ છે. જે ને દૂર કરવા સેરેબ્રલ પ્રોટેકશન ડિવાઈસ નો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાત માં આવી કઠીન સર્જરી ઘણા વર્ષો પછી કરવામાં આવેલ સર્જરી છે જે આરોગ્ય ક્ષેત્રે પ્રશંશાને પાત્ર છે.

સર્જરી ની વિષેશતા અહીં જણાવવી સાર્થક છે.

  • ઓપન હાર્ટ સર્જરી કર્યા વગર જુના અને ખરાબ થયેલા હાર્ટ ના વાલ્વ ને અત્યાધુનિક પદ્ધતિથી બદલવામાં આવેલ છે.
  • કોઈ પણ પ્રકારની મેજર સર્જરી કે વાઢકાપ કર્યા વગર પગની નશ માંથી ખરાબ થયેલ હાર્ટ નો વાલ્વ બદલવામાં આવેલ છે.
  • અત્યાધુનિક પદ્ધતિ દ્વારા ૨૪ કલાક કાર્ડીઓલોજીસ્ટ ની હાજરી સાથે ૭૩ વર્ષના દર્દીની સફળ સર્જરી કરવામાં આવેલ છે.

VALVE IN VALVE "TAVI નામક સફળ સર્જરીનો શ્રેય INS PLUS હોસ્પિટલ તેમજ તેના સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડોકટરો ની ટીમ ને આપવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2025 06:30 PM IST | Navsari | Bespoke Stories Studio

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK