બળાત્કારના કેસમાં તેમને ૨૦૨૩માં દોષી ઠેરવવામાં આવ્યા હતા
આસારામ
સ્વયંઘોષિત ધર્મગુરુ અને બળાત્કારના દોષી આસારામ હાલમાં તબીબી કારણોસર વચગાળાના જામીન પર જેલમાંથી બહાર છે અને તેમણે બુધવારે ૧૦ માર્ચે સવારે અયોધ્યાની મુલાકાત લીધી હતી. બળાત્કારના કેસમાં તેમને ૨૦૨૩માં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
આસારામે અયોધ્યાના રોકાણ દરમ્યાન સરયૂ નદીના કિનારે યોજાયેલી આરતીમાં ભાગ લીધો હતો અને રામનગરીનાં મુખ્ય મંદિરોમાં દર્શન અને પૂજા કર્યાં હતાં.
