° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


ગુજરાતમાં કોરોના પ્રતિબંધોમાં કેટલીક છુટ, જીમ સલુન અને ધાર્મિક સ્થળો મુકાશે ખુલ્લાં

09 June, 2021 07:50 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં કોરોનાના આકરા નિયમોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. દુકાનો, હોટલો અને ધાર્મિક સહિતના સ્થળો સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

કોન્સેપ્ટ ફોટો

કોન્સેપ્ટ ફોટો

કોરોનાના હાહાકારને પગલે લેવાયેલા કેટલાક કડક નિયમો હળવા કરવામાં આવ્યાં છે.  રાજ્યમાં કોરોના પ્રતિબંધમાં કેટલીક છૂટ આપવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટિમાં લીધેલા નિર્ણય મુજબ રેસ્ટોરન્ટ અને હોટલો 11 જૂનથી 26 જૂન દરમિયાન સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.  આ સાથે જ 50 ટકા બેસવાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. 

  • 11 જૂનથી 26 જૂન દરમિયાન રાત્રી કર્ફ્યુનો અમલ રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે. 
  • વેપારીઓ અને ગ્રાહક માટે રાહતના સમાચાર છે.  વાણિજ્યિક એકમો, દુકાનો,  લારી ગલ્લા, શોપિંગ સેન્ટર, માર્કેટયાર્ડ, બ્યુટી પાલર્ર, સલુન સહિતની વ્યાપારિક ગતિવિધિઓ સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.  એટલે કે હાલની સમયમર્યાદામાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. 
  • આ ઉપરાંત બાગ બગીચા પણ આ સમયગાળા દરમિયાન ખુલ્લા રહેશે. તેમજ  લાઈબ્રેરી પણ 50 ટકા ક્ષમતા સાથે સવારના 6 થી સાંજના 7 સુધી ખુલ્લી રાખી શકાશે. 
  • ફિટનેસપ્રેમીઓ માટે સારા સમાચાર છે કે જીમ 50 ટકા ક્ષમતા ચાલુ રાખી શકાશે. આ સાથે જ કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. 
  • રાજ્યમાં 50 ટકા ક્ષમતા સાથે કોઈ પણ રાજકીય, સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે. 
  • ધાર્મિક સ્થળોને ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. પરંતુ એક સમયે 50 ટકાથી વધુ લોકો ભેગા ન થાય તે બાબતનું ધ્યાન રાખવાનું રહેશે અને એસ.ઓ.પી.નું પાલન કરવાનું રહેશે. 

09 June, 2021 07:50 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

હવે ગુજરાતમાં પાટીદાર સમાજનો સીએમ હોવો જોઈએ : નરેશ પટેલ

ખોડલધામમાં મળેલી જુદી-જુદી પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની બેઠકમાં લેવાયો નિર્ણય : કયો સમાજ ના ઇચ્છે એના સમાજનો મુખ્ય પ્રધાન બને, ૧૦૦ ટકા અમે પણ ઇચ્છીએ કે પાટીદાર મુખ્ય પ્રધાન બને : નરેશ પટેલ

13 June, 2021 01:36 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

કેજરીવાલ આવતી કાલે અમદાવાદની મુલાકાત લેશે

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના નૅશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ આવતી કાલે અમદાવાદની મુલાકાતે જશે.

13 June, 2021 02:12 IST | Gandhinagar | Agency
ગુજરાત સમાચાર

આજથી શક્તિપીઠ અંબાજી મંદિર પણ ખૂલ્યું

૧૪મીથી ભોજનાલયમાં નિઃશુલ્ક પ્રસાદ મળશે

12 June, 2021 10:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK