Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પોરબંદરમાં માતાજી સમક્ષ માથું ટોપીથી ઢાંકીને ગવાય-રમાય છે પરંપરાગત ગરબા

પોરબંદરમાં માતાજી સમક્ષ માથું ટોપીથી ઢાંકીને ગવાય-રમાય છે પરંપરાગત ગરબા

Published : 19 October, 2026 04:18 PM | IST | Porbandar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦૦ કરતાં વધુ વર્ષોથી માત્ર પુરુષો જ રમે છે ગરબા : લીમડા ચોકમાં ભદ્રકાળી મંદિર પાસે માત્ર હાર્મોનિયમ, ઢોલ અને મંજીરાના તાલ પર પુરુષો ગાય છે ગરબા

પોરબંદરમાં માતાજી સમક્ષ માથું ટોપીથી ઢાંકીને ગવાય-રમાય છે પરંપરાગત ગરબા

પોરબંદરમાં માતાજી સમક્ષ માથું ટોપીથી ઢાંકીને ગવાય-રમાય છે પરંપરાગત ગરબા


દેશ સહિત દુનિયામાં આદ્યશક્તિની નવરાત્રિનો રંગ જામ્યો છે અને માઈભક્તો માતાજીના ગુણલા ગાઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા પોરબંદરમાં આજે પણ ૧૦૦ વર્ષ કરતાં જૂની પરંપરાને અનુસરીને જેન-ઝી સહિતના યુવાનો અને વડીલો માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે. માતાજી સમક્ષ માથું ટોપીથી ઢાંકીને પુરુષો ગરબામાં ઘૂમી રહ્યા છે. વધુ આશ્ચર્યની વાત એ છે કે અહીં કોઈ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યા વગર વડીલો સહિતના ખેલૈયાઓ ગરબા ગાય છે અને ગરબે ઘૂમતા ખેલૈયાઓ આ ગરબાને ઝીલે છે જેને કારણે આ ગરબા દર્શનીય બની રહ્યા છે. 
ભદ્રકાળી ગરબી મંડળના આયોજક દેવ મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોરબંદરમાં લીમડા ચોકમાં ભદ્રકાળી મંદિર પાસે અમારા મંડળ દ્વારા ૧૦૨ વર્ષથી પરંપરાગત ગરબા થાય છે. પહેલાંના સમયથી નવરાત્રિમાં અહીં માત્ર પુરુષો જ ગરબા ગાય છે. માતાજી સામે ગરબા રમતી વખતે માથું ખુલ્લું ન રખાય એટલે અમારે ત્યાં માતાજીની સામે માથું ઢાંકીને ગરબા રમવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એને કારણે ગરબે રમતાં બાળકો તેમ જ પુરુષો માથે એકસરખી ટોપી પહેરીને ગરબા રમે છે. અમારે ત્યાં માઇક કે સાઉન્ડનો ઉપયોગ થતો નથી. કોઈ મ્યુઝિકલ પાર્ટી નથી આવતી પણ સમાજના પાંચ-છ વડીલો એક પછી એક ગરબો ઉપાડે એટલે કે ગાય છે અને એ ગરબાને ગરબે રમતા લોકો ઝીલે છે. અમારા ગરબાની વધુ એક વિશેષતા એ છે કે અમારે ત્યાં હાર્મોનિયમ, ઢોલ અને મંજીરાના તાલ પર પરંપરાગત રીતે ગરબા રમાય છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 04:18 PM IST | Porbandar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK