છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે. ત્યારે મુંબઈમાં મોડેલિંગ કરતી અને મુળ કાવીઠા ગામની એશ્રા પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી છે.
એશ્રા પટેલ (તસવીરઃ ટ્વિટર)
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો સરપંચ બનવા માટે મેદાનમાં ઉતરી રહ્યાં છે. ત્યારે મુંબઈની મોડેલ પોતાના વતન ગુજરાતના એક ગામમાં સરપંચની ચૂંટણી માટે મેદાનમાં ઉતરી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે. ત્યારે મુંબઈમાં મોડેલિંગ કરતી અને મુળ કાવીઠા ગામની એશ્રા પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી છે.
એશ્રા પટેલ મુળ છોટા ઉદેપુરના કાવીઠા ગામની છે. પરંતુ તે વર્ષોથી મુંબઇમાં રહીને મોડેલિંગ કરે છે. એશ્રાએ લગભગ 100થી વધુ બ્રાન્ડ્સને પ્રમોટ કરવા માટે મોડેલિંગ કર્યું છે. કાવીઠા ગામમાંથી ચાર-ચાર મહિલાઓએ સરપંચ માટે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે એશ્રા પટેલ પણ પોતાના ગામમાં સરપંચ બનવા માટે મેદાનમાં ઉતરી છે.
ADVERTISEMENT
એશ્રા પટેલની વિશે વાત કરવામાં આવે તો તેણીએ બૉલિવૂડના સુપરસ્ટાર બિગ બી અમિતાભ બચ્ચન સાથે મોડેલીંગ કર્યુ છે. જ્યાપે રોમેન્ટિકના કિંગ ગણાતાં શાહરુખ ખાન સાથે એશ્રા પટેલે ફેર એન્ડ હેન્ડસમની જાહેરાતમાં કામ કર્યુ છે. આ સિવાય આ ગુજરાતી મોડેલે અત્યાર સુધીમાં પ્રોવોગ, રેમન્ડ શૂટિંગ, પોન્ડ્સ, પેન્ટીન, એશિયન પેઈન્ટ્સ જેવી 100 કરતા પણ વધુ ઉંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે.
ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઝંપલાવવા અંગે એશ્રા પટેલ જણાવે છે કે તે દુનિયાના ઘણા દેશોમાં ફરી છે, ત્યાં વિકાસ જોયો છે. જે જોઈને તેણીને થયું સમગ્ર દુનિયા વિકાસમા માર્ગ પર છે તો મારા ગામમાં વિકાસ કેમ નહીં? માટે તને થયું કે તેણીએ પોતાના ગામ માટે કંઈક કરવું જોઈએ, અને એટલા માટે જ એશ્રાએ આ દિશામાં પગલું ભર્યુ. નોંધનીય છે કે એશ્રા પટેલના પિતા નરહરિ પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તે તાલુકા પંચાયતના અને બોડેલી એપીએમસીના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.

