PM Narendra Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ ઉત્પાદનનું ઉદ્ઘાટન કર્યું અને સુઝુકીના ઇલેક્ટ્રિક વાહન ઇ-વિટારાને લીલી ઝંડી આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના હાંસલપુર ઉત્પાદન સુવિધાથી મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ઇ-વિટારાને લીલી ઝંડી આપી રહ્યા છે (તસવીર સૌજન્ય : પીટીઆઇ)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અત્યારે ગુજરાત (Gujarat)માં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ (TDS lithium-ion battery plant) ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના ઉત્પાદનનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે, તેમણે મારુતી સુઝુકી (Maruti Suzuki)ના ઇલેક્ટ્રિક વાહન ઇ-વિટારા (E-Vitara)ને પણ લીલી ઝંડી બતાવી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ‘ગણેશ ઉત્સવના આ ઉત્સાહમાં, ભારતની “મેક ઇન ઇન્ડિયા” યાત્રામાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવી રહ્યો છે. “મેક ઇન ઇન્ડિયા”, “મેક ફોર વર્લ્ડ”એ આપણા લક્ષ્ય તરફ એક મોટી છલાંગ છે.’
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi in Gujarat) કહ્યું કે, ‘આજથી ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વાહનો ૧૦૦ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ સાથે, હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોલાઇટ ઉત્પાદન પણ આજથી શરૂ થઈ રહ્યું છે. આ દિવસ ભારત અને જાપાન વચ્ચેની મિત્રતાને એક નવું પરિમાણ પણ આપી રહ્યો છે. હું બધા દેશવાસીઓ, જાપાન અને સુઝુકી કંપનીને અભિનંદન આપું છું. ભારતની સફળતાની ગાથાના બીજ લગભગ ૧૩ વર્ષ પહેલાં વાવ્યા હતા. ૨૦૧૨માં, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે મેં હાંસલપુરમાં મારુતિ સુઝુકીને જમીન ફાળવી હતી. તે સમયે વિઝન આત્મનિર્ભર ભારતનું હતું, મેક ઇન ઇન્ડિયાનું. તે સમયે આપણા પ્રયાસો આજે દેશના સંકલ્પોને પૂર્ણ કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. હવે વિશ્વના ડઝનબંધ દેશોમાં દોડનારી EV પર `મેડ ઇન ઇન્ડિયા` લખેલું હશે.’
ADVERTISEMENT
પીએ મોદીએ કહ્યું કે, આજે આખું વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે. ‘આવા સમયે, કોઈ પણ રાજ્ય પાછળ ન રહેવું જોઈએ. દરેક રાજ્યએ આ તકનો લાભ લેવો જોઈએ. ભારતમાં આવતા રોકાણકારો એટલા મૂંઝવણમાં મુકાઈ જાય કે તેઓ વિચારે કે આ રાજ્યમાં જવું કે તે રાજ્યમાં. હું બધા રાજ્યોને આમંત્રણ આપું છું. આવો, સુધારાઓ માટે સ્પર્ધા કરીએ, વિકાસલક્ષી નીતિઓ માટે સ્પર્ધા કરીએ, સુશાસન માટે સ્પર્ધા કરીએ. 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની ગતિને વેગ આપવા માટે તમારી ભાગીદારી સુનિશ્ચિત કરીએ.’
‘ભારતમાં લોકશાહીની શક્તિ છે. ભારતમાં વસ્તી વિષયકતાનો ફાયદો છે. આપણી પાસે કુશળ કાર્યબળનો વિશાળ સમૂહ પણ છે. તેથી, આ આપણા બધા ભાગીદારો માટે જીત-જીતની સ્થિતિ બનાવે છે. આજે સુઝુકી જાપાન ભારતમાં ઉત્પાદન કરી રહ્યું છે અને અહીં બનેલા વાહનો જાપાનમાં પાછા નિકાસ કરવામાં આવી રહ્યા છે. આ માત્ર ભારત અને જાપાન વચ્ચેના સંબંધોની મજબૂતાઈનું પ્રતીક નથી, પરંતુ ભારતમાં વૈશ્વિક વિશ્વાસને પણ પ્રતિબિંબિત કરે છે.’, એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું.
મારુતિ સુઝીકીની પહેલી ઇલેક્ટ્રિક કાર `મારુતિ ઇ વિટારા`ને લીલી ઝંડી આપી. આ દરમિયાન, પીએમએ અમદાવાદના હાંસલપુર પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું પણ ઉદ્ઘાટન કર્યું. મારુતિ સુઝુકીની આ ઇલેક્ટ્રિક એસયુવીનું ઉત્પાદન આજથી શરૂ કરવામાં આવ્યું છે, જે જાપાન, યુરોપ સહિત વિશ્વના 100 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે.

