Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઘોર કળિયુગઃ મોટી વયે માતા બની એટલે પોતાનું નવજાત બાળક ઉકરડે નાખ્યું...

ઘોર કળિયુગઃ મોટી વયે માતા બની એટલે પોતાનું નવજાત બાળક ઉકરડે નાખ્યું...

Published : 01 June, 2026 07:24 PM | IST | Surat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તેને હતું કે લોકો તેને વયને કારણે વખોડશે અને તેના સંતાનો સામે પણ તેને નીચા જોણું થશે.  આ કારણોસર જ્યારે ઘરમાં કોઈ હાજર ન હતું, ત્યારે તેણે અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો. પોતાનું આ `પાપ` છુપાવવા માટે તેણે ન માની શકાય તેવું પગલું લીધું.

પ્રતિકાત્મક તસવીર - એઆઈ

પ્રતિકાત્મક તસવીર - એઆઈ


સુરતના કતારગામ વિસ્તારમાં માણસજાની બેશર્મના પુરાવા સમી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકલાજ અને બદનામીના ડરે એક માતાએ પોતાના જ નવજાત શિશુને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. આ મામલે ચોકબજાર પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ગણતરીના દિવસોમાં આરોપી માતાની ધરપકડ કરી લીધી છે.

કૂતરાએ ઉકરડામાંથી થેલી બહાર ખેંચી અને ભાંડો ફૂટ્યો



આ ઘટનાની વિગત એવી છે કે, ૨૫ મે ૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧:૦૦ વાગ્યાની આસપાસ કતારગામની અવધૂતનગર સોસાયટી, સીતારામ ફ્લોર મીલની સામે ભક્તિનગર તરફ જતા રોડ પરથી એક ફાટેલી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. આ થેલીમાં આશરે એકાદ દિવસનું તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં બિનવારસી પડ્યું હતું.ઘટનાની ગંભીરતાને જોઈને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે જ્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ કર્યું ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી કે, કૂતરાઓ આ થેલીને નજીકની અવધૂતનગર સોસાયટીની વાડી પાસે આવેલા કચરાના ઢગલામાંથી ખેંચીને રસ્તા પર લાવ્યા હતા.


CCTV ફૂટેજમાં કેદ થઈ પાપી માતાની કરતૂત

પોલીસે કચરાના ઢગલાની આસપાસના સીસીટીવી વધુ બારીકાઈથી તપાસ્યા તો તેમાં એક અજાણી મહિલા હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈને શાંતિનગર સોસાયટીમાંથી અવધૂતનગર તરફ જતી જોવા મળી હતી. આ ફૂટેજની કડીઓ જોડીને સર્વેલન્સ સ્ટાફે તપાસ તેજ કરી અને આખરે બાળકને જન્મ આપી ત્યજી દેનારી સગી માતાને શોધી કાઢી હતી.


સ્તબ્ધ કરનારી કબૂલાત: પુખ્ત સંતાનો હોવા છતાં ગર્ભ રહ્યો હતો

પોલીસ પૂછપરછમાં મહિલાએ જે ખુલાસો કર્યો તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલાએ કબૂલાત કરી કે: તેના લગ્ન થયાં છે અને તે બે પુખ્ત વયનાં સંતાનો છે. આ ઉંમરે આ ઉંમરે પતિ દ્વારા ફરીથી ગર્ભ રહી જતાં તેને સમાજમાં ભયંકર બદનામી અને ટોણા સાંભળવાનો ડર સતાવી રહ્યો હતો. તેને હતું કે લોકો તેને વયને કારણે વખોડશે અને તેના સંતાનો સામે પણ તેને નીચા જોણું થશે.  આ કારણોસર જ્યારે ઘરમાં કોઈ હાજર ન હતું, ત્યારે તેણે અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો. પોતાનું આ `પાપ` છુપાવવા માટે તેણે માસૂમ નવજાત શિશુને પ્લાસ્ટિકની થેલીમાં પેક કર્યું અને મોડી રાત્રે કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું.

BNS હેઠળ ગુનો દાખલ, કાયદેસરની એક્શન

પોતાના જ લોહીને આ રીતે રઝળતું મૂકી દેવાના આ ગંભીર મામલે ચોકબજાર પોલીસે આરોપી મહિલા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-91 અને 94 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2026 07:24 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK