Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતમાં વરસાદનું જોર ઘટ્યું, પણ ભરાયેલાં પાણીથી લોકોને પારાવાર તકલીફ પડી રહી છે

સુરતમાં વરસાદનું જોર ઘટ્યું, પણ ભરાયેલાં પાણીથી લોકોને પારાવાર તકલીફ પડી રહી છે

Published : 09 July, 2026 11:25 AM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સગર્ભા મહિલા અને નવજાત બાળક સહિત ૩૪૧૬ લોકોને કરવામાં આવ્યા રેસ્ક્યુ, ૩૮૬૨ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા : એમ્બ્રૉઇડરીનાં કારખાનાં તેમ જ કાપડ સહિતની માર્કેટોના બેઝમેન્ટમાં કરોડોનો માલસામાન પાણીમાં

ગઈ કાલે સુરતમાં અડધાથી વધુ ડૂબી ગયેલાં વાહનો પર બેઠેલા લોકો.

ગઈ કાલે સુરતમાં અડધાથી વધુ ડૂબી ગયેલાં વાહનો પર બેઠેલા લોકો.


ડાયમન્ડ સિટી સુરતના વરસાદે બેહાલ કરી દીધા છે. મંગળવારે સુરતમાં પડેલા સાંબેલાધાર વરસાદ બાદ પાણી ન ઓસરતાં અને બીજી તરફ ખાડીઓમાં પાણી આવતાં સુરતવાસીઓ અપાર તકલીફમાં મુકાઈ ગયા હતા. ગઈ કાલે સુરતમાં અનેક વિસ્તારો જળમગ્ન હતા જેને કારણે લાખ્ખો લોકો તેમના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા. બીજી તરફ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) અને પોલીસ સહીત વહીવટી તંત્રએ બચાવ-કામગીરી કરીને અત્યાર સુધીમાં સુરત શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સગર્ભા મહિલા અને નવજાત બાળક સહિત ૩૪૧૬ લોકોને રેસ્ક્યુ કર્યા હતા, જ્યારે ૩૮૬૨ લોકોને સુર​િક્ષત સ્થળે ખસેડ્યા હતા.

બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે લોકોને ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવતાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા હાલાકી સર્જાઈ હતી. પાંડેસરા વિસ્તારમાં દૂધની ગાડી આવતાં લોકોએ દૂધ લેવા માટે પડાપડી કરી મૂકી હતી. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો.



ભારે વરસાદને કારણે સુરતમાં કાપડ માર્કેટ તેમ જ એમ્બ્રૉઇડરીનાં કારખાનાંઓના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કરોડોનો રૂપિયાનો માલસામાન પાણીમાં ડૂબી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 11:25 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK