Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > લોકસભાની ચૂંટણીમાં ૨૬૬ ઉમેદવારો વચ્ચે અને પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં ૨૪ ઉમેદવારો વચ્ચે જંગ

લોકસભાની ચૂંટણીમાં ૨૬૬ ઉમેદવારો વચ્ચે અને પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં ૨૪ ઉમેદવારો વચ્ચે જંગ

07 May, 2024 07:21 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉનાળાની ગરમી વચ્ચે ૪.૯૭ કરોડથી પણ વધુ મતદારો આજે કરશે મતદાન: ૧૨ લાખથી વધુ ફર્સ્ટટાઇમ વોટર્સમાં મતદાનને લઈને ઉત્સાહ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગુજરાતમાં આજે ઉનાળાની ગરમી વચ્ચે લોકસભાની ૨૫ બેઠકો માટે અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાતના ૪,૯૭,૬૮,૬૭૭ મતદારો મતદાન કરી શકશે, જેમાં ૧૮થી ૧૯ વર્ષના ૧૨,૨૦,૪૩૮ ફર્સ્ટ ટાઇમ વોટર્સમાં મતદાનને લઈને ઉત્સાહ વધ્યો છે.

ગુજરાતમાં આજે ૨,૫૬,૧૬,૫૪૦ પુરુષ મતદારો, ૨,૪૧,૫૦,૬૦૩ મહિલા મતદારો અને ૧૫૩૪ થર્ડ જેન્ડર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરશે. ગુજરાતમાં ૧૮થી ૨૯ વર્ષના કુલ ૧,૧૬,૦૬,૧૮૮ મતદારો છે. ૮૫ વર્ષથી વધુ વયના ૪,૧૯,૫૮૪ વરિષ્ઠ મતદારો છે. ૧૦,૦૩૬ શતાયુ મતદારો એટલે કે ૧૦૦ કે એથી વધુ ઉંમરના મતદારો છે.



ગુજરાતમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી લોકસભાની બેઠક નવસારી છે જેમાં ૨૨,૨૩,૫૫૦ મતદારો છે, જ્યારે ભરૂચ લોકસભાની બેઠક પર સૌથી ઓછા ૧૭,૨૩,૩૫૩ મતદારો છે.
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૨૬૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. ૨૬૬ ઉમેદવારોમાંથી ૨૪૭ પુરુષ ઉમેદવારો અને ૧૯ મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આ બેઠક પરથી બીજેપીના ઉમેદવારને બિનહરીફ જાહેર કર્યા છે.ગુજરાતમાં વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા પર પેટાચૂંટણી યોજાશે. પેટાચૂંટણીની આ પાંચ બેઠકો પર કુલ ૨૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 07:21 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK