Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં બાળકોના વૉટર પાર્કમાં ફાયરિંગ

અમેરિકામાં બાળકોના વૉટર પાર્કમાં ફાયરિંગ

17 June, 2024 07:22 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોળીબાર કરનારી વ્યક્તિ નજીકના એક ઘરમાં છુપાઈ હતી અને મૃત અવસ્થામાં મળી આવી હતી

ફાયરિંગ

ફાયરિંગ


અમેરિકાના મિ​શિગન રાજ્યમાં શનિવારે સાંજે એક માણસે બાળકોના વૉટર પાર્કમાં ફાયરિંગ કરતાં બે બાળકો સહિત આશરે ૧૦ લોકો ઘાયલ થયા હતાં. આ ગોળીબારનું કારણ જાણવા મળ્યું નથી.


ઑકલૅન્ડ કાઉન્ટીના શેરિફ માઇકલ બુચાર્ડે કહ્યું હતું કે ગોળીબાર કરનારી વ્યક્તિ નજીકના એક ઘરમાં છુપાઈ હતી અને મૃત અવસ્થામાં મળી આવી હતી. આ માણસ પાર્કમાં સાંજે પાંચ વાગ્યે તેના વાહનમાં આવ્યો હતો અને તેણે ઊતરતાંની સાથે જ ગોળીબાર શરૂ કરી દીધો હતો. તેણે ૨૮ વાર ફાયરિંગ કર્યું હતું. ૨૦૨૧માં રોસ્ટર હિલ્સ સ્કૂલમાં થયેલા ફાયરિંગમાં ચાર બાળકોનાં મૃત્યુ થયાં હતાં અને આ ઘટનાનો જખમ તાજો છે એવા સમયે આવી ઘટના ચિંતા ઉપજાવનારી છે. ૨૦૨૪માં અત્યાર સુધીમાં અમેરિકામાં જાહેર સ્થળો પર ફાયરિંગ કરવાની ૨૧૫ ઘટનાઓ બની છે.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2024 07:22 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK