Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ફ્રાન્સમાં વિરોધ શરૂ (તસવીર: એજન્સી)

ઈટાલી અને ફ્રાન્સ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું! લોકોએ દુકાનો લૂંટી અને આગ ચાંપી

શનિવારે ઈટાલીના મિલાન શહેરના મધ્ય ભાગમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મોંઘવારી સામેનું આ પ્રદર્શન શરૂઆતમાં શાંતિપૂર્ણ હતું, પરંતુ બાદમાં કેટલાક મસ્ક પહેરેલા લોકોએ હિંસા ભડકાવી અને પોલીસ પર પથ્થરો તથા અન્ય વસ્તુઓ ફેંકી.

18 October, 2026 07:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે ટૅરિફ સામે ટ્રમ્પનો યુ-ટર્ન, નિર્ણય પાછો ખેંચ્યો

રશિયા ભારત માટે ક્રૂડ ઓઈલનો સૌથી મોટો પુરવઠો પૂરો પાડનાર દેશ છે. જો અમેરિકાના ટૅરિફ લાગુ કરવામાં આવ્યા હોત, તો ભારતીય નિકાસકારોને નુકસાન થઈ શક્યું હોત, કારણ કે અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.

17 October, 2026 04:30 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

રશિયાના કામચટકા દ્વીપ પર ૭ની તીવ્રતાનો ધરતીકંપ

પાડોશી દેશ જપાનમાં અફરાતફરી મચી ગઈ, ખોટા ડેટાને કારણે ઇમર્જન્સીની ચેતવણી આપી દેવાઈ, રશિયાના કામચટકા દ્વીપ પર શુક્રવારે ૭ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના કારણે રશિયાના પાડોશી દેશ જપાનમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

17 October, 2026 02:38 IST | Japan | Gujarati Mid-day Correspondent
હિન્દુ મંદિરમાં કત્લેઆમ કરવાનું કાવતરું ઘડનારો ટીનેજર

ભારતની અમેરિકા સમક્ષ માગણીઃ અમારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરો

અમેરિકાના ઇલિનૉઇ રાજ્યમાં આવેલા હિન્દુ મંદિર પર મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ રહ્યું એ પછી ભારતે અમેરિકી સરકાર સમક્ષ ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી કરી છે.

17 October, 2026 02:32 IST | America | Gujarati Mid-day Correspondent
ઑરેગૉન રાજ્યના બેન્ડ શહેરમાં જ્યાં ઘટના બની હતી એ સિલ્વર રેલ એલિમેન્ટરી સ્કૂલ.

અમેરિકાની સ્કૂલમાં ૧૬ વર્ષના ટીનેજર દ્વારા ફાયરિંગ, ૩ બાળકો ને એક શિક્ષકનાં મોત

હુમલાખોરને પણ ઠાર કરવામાં આવ્યો, અમેરિકાના ઑરેગૉન રાજ્યમાં આવેલા બેન્ડ શહેરમાં સિલ્વર રેલ એલિમેન્ટરી સ્કૂલ ખાતે ગુરુવારે ૧૬ વર્ષના એક હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરીને ૩ બાળકો સહિત ૪ લોકોની હત્યા કરી હતી.

17 October, 2026 02:28 IST | Oregon | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

૨૦૨૬ના માત્ર ૯ મહિનામાં અમેરિકાથી ૧૨,૭૦૦ ટેક પ્રોફેશનલો ભારત આવ્યા

સ્ટાફિંગ ફર્મ ‘એક્સફેનો’ (Xpheno)ના ડેટા અનુસાર ૨૦૨૬માં સપ્ટેમ્બર મહિના સુધીમાં ૧૨,૭૦૦ જેટલા ટેક પ્રોફેશનલ્સ અમેરિકાથી ભારત પાછા ફર્યા છે. વર્ષના અંતે આ ૨૦૨૫ના ૧૫,૧૦૦ના રેકૉર્ડને પણ વટાવી જવાની શક્યતા છે.

17 October, 2026 01:29 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પા‌કિસ્તાનમાં સ્કૂલની છત પડી

પા‌કિસ્તાનમાં સ્કૂલની છત પડી, ૩૫ જણનો જીવ ગયો

પા‌કિસ્તાનના પેશાવરમાં ગઈ કાલે એક પ્રાઇવેટ સ્કૂલની છત તૂટી પડી એમાં ઓછામાં ઓછાં ૩૪ બાળકો અને એક મ‌હિલા ‌શિ‌‌ક્ષિકાએ જીવ ગુમાવ્યો હતો.

16 October, 2026 08:47 IST | Pakistan | Gujarati Mid-day Correspondent
જળબંબાકાર રસ્તો અને પાણીના પ્રવાહને કારણે એકમેક પર ચડી ગયેલાં વાહનો.

ટર્કીના ઇસ્તાંબુલ શહેરમાં ૧૯૮૫ પછીના સૌથી ભયાનક વરસાદે વેર્યો વિનાશ

પૂરના ધસમસતા પાણીમાં અનેક વાહનો તણાઈ ગયાં, રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા, વહીવટી તંત્રે લોકોને ઘરમાં જ રહેવાની કડક સૂચના આપી

16 October, 2026 08:43 IST | Turkey | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK