આવા લોકોનાં ક્રેડિટ કાર્ડ, બૅન્ક-ખાતાં અને અન્ય નાણાકીય સેવાઓની તેમની ઍક્સેસને પણ કાપી નાખવાનો પ્રયાસ અમેરિકન વહીવટી તંત્ર કરી રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાએ આશરે ૬૦૦૦ જીવિત ઇમિગ્રન્ટ્સને મૃત જાહેર કર્યા છે જેથી તેઓ જાતે દેશનિકાલ માટે તૈયાર થાય. આવા લોકોની પાસે હવે જાતે અમેરિકા છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આવા લોકોને ડેથ માસ્ટર ફાઇલમાં મૂકવામાં આવ્યા છે જેથી તેમને સરકારી લાભ પણ મળી શકે નહીં. આવા લોકોનાં ક્રેડિટ કાર્ડ, બૅન્ક-ખાતાં અને અન્ય નાણાકીય સેવાઓની તેમની ઍક્સેસને પણ કાપી નાખવાનો પ્રયાસ અમેરિકન વહીવટી તંત્ર કરી રહ્યું છે.
અગાઉના પ્રેસિડન્ટ જો બાઇડને એક એવો પ્રોગ્રામ જાહેર કર્યો હતો જેમાં લોકો અમેરિકામાં આવીને ટેમ્પરરી રીતે રહી શકે છે. આ લોકોએ ૯ આંકડા ધરાવતા સોશ્યલ સિક્યૉરિટી નંબર મેળવ્યા હતા, અમેરિકામાં જ રહેતા હતા અને કામ પણ કરતા હતા. હવે ટ્રમ્પ-પ્રશાસને આ ૬૦૦૦ લોકોને ડેથ માસ્ટર ફાઇલમાં નાખી દેતાં તેમના સોશ્યલ સિક્યૉરિટી નંબરો કૅન્સલ થઈ ગયા છે એટલે તેઓ કોઈ પણ સરકારી લાભ મેળવી નહીં શકે અને કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર પણ નહીં કરી શકે. આ યોજના હેઠળ ઘણા લોકો ક્યુબા, નિકારાગુઆ, હૈતી અને વેનેઝુએલામાંથી અમેરિકા આવ્યા હતા.

