Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર જીવતો છે? સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ વિશે US પોલીસનો ખુલાસો

ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર જીવતો છે? સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ વિશે US પોલીસનો ખુલાસો

02 May, 2024 10:55 AM IST | California
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Goldy Brar Is Alive: ગઈકાલતી એવા સમાચાર હતા કે અમેરિકામાં એક ગોળીબારમાં ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની હત્યા તઈ ગઈ છે

સિદ્ધુ મૂસેવાલા, ગોલ્ડી બ્રાર

સિદ્ધુ મૂસેવાલા, ગોલ્ડી બ્રાર


સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala) મર્ડર કેસમાં કાવતરું ઘડનારા ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર (Goldy Brar Shot Dead) ની અમેરિકામાં હત્યા થઈ હોવાની અફવા પર મોડી રાત્રે વિરામ લાગી ગયો હતો. ગોલ્ડી બ્રાર જીવતો (Goldy Brar Is Alive) છે તેવો દાવો અમેરિકન પોલીસ (US Police) એ કર્યો છે.

કેલિફોર્નિયા (California) ના ફ્રેસ્નો પોલીસ વિભાગ (Fresno Police Department) એ બુધવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે, કેનેડા (Canada) સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર ગોળીબારની ઘટનામાં હુમલો કરનારા બે લોકોમાંથી, ગોળીબારનો ભોગ બનનારા (Goldy Brar Is Alive) એક હતો.



લેફ્ટનન્ટ વિલિયમ જે. ડૂલીએ એક પ્રશ્નના જવાબમાં ઈમેલ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, જો તમે દાવો કરો છો કે ગોલ્ડી બ્રાર ઓનલાઈન ચેટને કારણે ગોળીબારનો ભોગ બન્યો હતો, તો અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે આ બિલકુલ સાચું નથી. તેમણે કહ્યું, સોશિયલ મીડિયા અને ઓનલાઈન ન્યૂઝ એજન્સીઓ પર ફેલાઈ રહેલી ખોટી માહિતીને કારણે અમને આજે સવારથી જ દુનિયાભરમાંથી પૂછપરછના કોલ મળી રહ્યા છે. અમને ખાતરી નથી કે આ અફવા કોણે ફેલાવી છે, જોકે અફવાઓએ જોર પકડ્યું છે અને આ મામલો સામે આવ્યો છે. પણ તે સાચું નથી. પોલીસે હજી સુધી હુમલો કરનારા બે માણસોની ઓળખ કરી શકી નથી, જેમાંથી એકનું પછીથી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બીજા વ્યક્તિને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.


નોંધનીય છે કે, ગત મંગળવારે કેલિફોર્નિયામાં ફેરમોન્ટ હોટલની બહાર બે યુવકોને ગોળી વાગી હતી. જેમાં 30 વર્ષીય યુવકનું હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે અન્યને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. ફાયરિંગમાં ઘાયલ અને મૃતક વ્યક્તિની ઓળખ થઈ નથી.

આ ઘટના બાદ, પંજાબ (Punjab) માં એવી અફવા ફેલાઈ હતી કે મંગળવારે મોડી સાંજે અમેરિકામાં ગોલ્ડી બ્રારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરંતુ, તે પુષ્ટિ થઈ શકી નથી કે માર્યા ગયેલા ગોલ્ડી બ્રાર પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસનો માસ્ટરમાઇન્ડ છે કે તે જ નામનો મોટો ડ્રગ સ્મગલર છે.


પંજાબ પોલીસ (Punjab Police) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમની પાસે ગોલ્ડી બ્રારની હત્યા અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. ગેંગસ્ટર લખબીર સિંહ (Lakhbir Singh) એપોતાના ફેસબુક (Facebook) એકાઉન્ટ પર પોસ્ટ કરીને આતંકી ગોલ્ડી બ્રારની હત્યાની જવાબદારી લીધી છે. તેના ફેસબુક એકાઉન્ટમાં તેણે લખ્યું છે કે, અમે ગોલ્ડી બ્રારની હત્યા કરાવી છે. તમને જણાવી દઈએ કે, વિદેશમાં બેઠો લખબીર પંજાબમાં પણ પોતાનું ગ્રુપ ચલાવી રહ્યો છે અને તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. લખબીર અને લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) બંને પંજાબ સિવાય દેશભરમાં પોતપોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે અને બંને એકબીજાના કટ્ટર હરીફ છે. બંને જૂથો વચ્ચે અનેક વખત જૂથવાદ સર્જાયો છે.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 10:55 AM IST | California | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK