હમાસના પ્રચાર અને યહૂદીવિરોધી વાતો ફેલાવવાનો પણ આરોપ
બદર ખાન સૂરિ,મફીઝી સાલેહ
અમેરિકાની જ્યૉર્જટાઉન યુનિવર્સિટીમાં ભણતા ભારતીય વિદ્યાર્થી બદર ખાન સૂરિની સોમવારે રાતે વર્જિનિયાના રોસલિનમાં તેના ઘરની બહારથી પોલીસે ધરપકડ કરી છે. આ વિદ્યાર્થી પર અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીએ આરોપ લગાવ્યો છે કે તેનો પેલેસ્ટીનના હમાસ સાથે સંબંધ છે. તેના પર સોશ્યલ મીડિયા પર હમાસના પ્રચાર અને યહૂદીવિરોધી વાતો ફેલાવવાનો પણ આરોપ લાગ્યો છે. ગાઝાને નિયંત્રણ કરનારા હમાસને અમેરિકા આતંકવાદી સંગઠન માને છે. બદર સૂરિ સ્ટુડન્ટ-વીઝા પર અમેરિકામાં રહીને ભણતો હતો. તેણે મફીઝી સાલેહ સાથે લગ્ન કર્યાં છે અને તે ગાઝાની છે. તેણે અમેરિકાની નાગરિકતા મેળવી છે. બદર ખાનના વકીલે બુધવારે જણાવ્યું હતું કે ટ્રમ્પતંત્ર તેને અમેરિકન વિદેશનીતિ માટે ખતરો ગણાવીને ભારત ડિપૉર્ટ કરવાની યોજના ઘડી રહ્યું છે.

