Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાને સમુદ્રમાં બિછાવેલી બારુદી સુરંગોથી બચવાનો વૈકલ્પિક રસ્તો જાહેર કર્યો

ઈરાને સમુદ્રમાં બિછાવેલી બારુદી સુરંગોથી બચવાનો વૈકલ્પિક રસ્તો જાહેર કર્યો

Published : 10 April, 2026 11:17 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ૨૩૦ જહાજો ફસાયેલાં છે, ઈરાને સમુદ્રમાં બિછાવેલી બારુદી સુરંગોથી બચવાનો વૈકલ્પિક રસ્તો જાહેર કર્યો

હોર્મુઝ સ્ટ્રેટ

હોર્મુઝ સ્ટ્રેટ


બે અઠવાડિયાંના યુદ્ધવિરામમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી વેપારી જહાજો માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે મુખ્ય માર્ગમાં સમુદ્રી સુરંગોની જાળ પાથરેલી હોવાથી ઈરાને નવો વૈકલ્પિક માર્ગ અને દિશાનિર્દેશ જાહેર કર્યા હતા. ઈરાન હાલમાં બારુદી માઇન્સ હટાવવાની કાર્યવાહી કરવા નથી માગતું, કેમ કે હજી સંપૂર્ણ સમાધાન નથી થયું. હોર્મુઝમાં હાલમાં ૨૩૦ જહાજો ફસાયેલાં છે. ‍એમ છતાં હજી જહાજો પસાર નથી થઈ રહ્યાં. એનું કારણ છે સમુદ્રમાં પથરાયેલી સુરંગો. યુદ્ધવિરામની શરત મુજબ વેપારી જહાજોને સેફ પૅસેજ મળે એ માટે હોર્મુઝ સ્ટ્રેટમાં જ કયો માર્ગ સેફ છે એનું ચિત્રણ ત્યાંથી પસાર થતાં જહાજોને કમ્યુનિકેટ કરવામાં આવ્યું છે. ઈરાન રેવલ્યુશનરી ગાર્ડ્સે સ્થાનિક મીડિયા દ્વારા જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ‘હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે પસાર થતાં તમામ જહાજોએ ઈરાનને પહેલાં જાણ કરવી પડશે, સમુદ્રી સુરક્ષા અને સિદ્ધાંતોનું પાલન કરવાનું રહેશે અને સમુદ્રી સુરંગો સાથે ટકરાવ ન થઈ જાય એ માટે સૂચવેલા બે માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.’

પ્રસ્તાવિત રસ્તાઓમાં ઓમાન તરફના સમુદ્રી રસ્તા અને લારક દ્વીપ પાસેનો રસ્તો સેફ ગણાવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 11:17 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK