ઇઝરાયલે પહેલાં આખો વિસ્તાર ખાલી કરવાની ધમકી આપી અને ગણતરીના કલાકોમાં બૈરુતનું બિલ્ડિંગ પત્તાંના મહેલની જેમ ખડી પડ્યું
બિલ્ડિંગ પત્તાંના મહેલની જેમ ખડી પડ્યું હતું.
ઇઝરાયલે ગઈ કાલે ઈરાનની સાથે લેબૅનનમાં પણ ૩ જગ્યાએ બૉમ્બમારો કર્યો હતો. સેન્ટ્રલ બૈરુતમાં એક બિલ્ડિંગ પર કરેલા હવાઈ હુમલામાં એક બિલ્ડિંગ પત્તાંના મહેલની જેમ ખડી પડ્યું હતું. આ ઉપરાંત એણે સાઉથ અને ઈસ્ટ લેબૅનનમાં પણ બૉમ્બમારો કર્યો હતો. લેબૅનનની ન્યુઝ એજન્સીના કહેવા મુજબ ઇઝરાયલે બૈરુતના એક રહેણાક વિસ્તારમાં બિલ્ડિંગ પર હુમલો કર્યો હતો. ઇઝરાયલે પહેલાં જ આ વિસ્તારને ખાલી કરવાની ધમકી આપી હતી અને એ ધમકીના ગણતરીના કલાકોમાં આ હુમલો થયો હતો. બુધવારે થયેલા હુમલામાં વીસથી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.
