Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલની ધમકી ઈરાનના નવા સુપ્રીમ લીડરને પણ મારી નાખવામાં આવશે

ઇઝરાયલની ધમકી ઈરાનના નવા સુપ્રીમ લીડરને પણ મારી નાખવામાં આવશે

Published : 05 March, 2026 11:04 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇઝરાયલે ઈરાનના નવા સુપ્રીમ લીડરને ખતમ કરવાની ધમકી આપી છે.

ઇઝરાયલ કાત્ઝે

ઇઝરાયલ કાત્ઝે


ઇઝરાયલે ઈરાનના નવા સુપ્રીમ લીડરને ખતમ કરવાની ધમકી આપી છે. આ મુદ્દે ઇઝરાયલના સંરક્ષણપ્રધાન ઇઝરાયલ કાત્ઝે ગઈ કાલે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘ઈરાન દેશના આગામી સુપ્રીમ લીડર તરીકે જેને પણ પસંદ કરશે તેને ખતમ કરવામાં આવશે. ઈરાની શાસન દ્વારા ઇઝરાયલ, અમેરિકા અને પ્રદેશના અન્ય દેશોને નષ્ટ કરવાની ધમકીઓ સહન કરવામાં આવશે નહીં. ઈરાની લોકોને દબાવવાની યોજના ચાલુ રાખવા અને એનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરાયેલો કોઈ પણ નેતા ઇઝરાયલનું નિશાન બનશે. તેનું નામ શું છે અથવા તે ક્યાં છુપાયેલો છે એનાથી કોઈ ફરક પડતો નથી.’

અમેરિકા સાથેની સંયુક્ત કાર્યવાહીમાં ઇઝરાયલે શનિવારે ઈરાન પર હુમલો કર્યો હતો, જેમાં દેશના ૮૬ વર્ષના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈની હત્યા કરવામાં આવી હતી. આ પછી ઈરાન નવા સુપ્રીમ લીડરની પસંદગીની પ્રક્રિયામાં છે. ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આયાતોલ્લા ખામેનેઈના પુત્ર મોજતબા હોસેની ખામેનેઈને ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કરવામાં આવશે.    


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 11:04 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK