Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇટલીમાં હિંસક પ્રદર્શનો ડામવા નવા કડક કાયદાઓને મંજૂરી

ઇટલીમાં હિંસક પ્રદર્શનો ડામવા નવા કડક કાયદાઓને મંજૂરી

Published : 22 October, 2026 07:55 AM | IST | Italy
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ સ્પષ્ટ કર્યું કે તોડફોડ અને લૂંટફાટ કરવી એ કોઈ ક્રાન્તિકારી કામ નહીં પણ ગંભીર ગુનો છે, આરોપી સગીર હશે તો તેનાં માતા-પિતા પાસેથી નુકસાનની ભરપાઈ કરાવવામાં આવશે

વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ સોશ્યલ મીડિયા પર નવા કાયદા વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે તોડફોડ કરવી એ પ્રદર્શન નહીં પરંતુ મોટો ગુનો છે

વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ સોશ્યલ મીડિયા પર નવા કાયદા વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે તોડફોડ કરવી એ પ્રદર્શન નહીં પરંતુ મોટો ગુનો છે


ઇટલીની સરકારે મંગળવારે સુરક્ષાને લગતા કેટલાક અત્યંત કડક નિર્ણયોને મંજૂરી આપી દીધી છે. ઉત્તર ઇટલીના મિલાન સહિતનાં અનેક શહેરોમાં યુવાસમૂહો દ્વારા દુકાનોમાં લૂંટફાટ અને પોલીસ પર હુમલાની ઘટનાઓ બાદ આ નિર્ણય લેવાયો હતો. વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ સોશ્યલ મીડિયા પર નવા કાયદા વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે તોડફોડ કરવી એ પ્રદર્શન નહીં પરંતુ મોટો ગુનો છે. આ નવા કાયદા મુજબ પ્રદર્શન દરમ્યાન જાહેર સુરક્ષા માટે ખતરો ઊભો કરનારને પાંચ વર્ષ સુધીની જેલ અને મહત્તમ ૨૧.૨૦ લાખ રૂપિયા (૨૦ હજાર યુરો)નો દંડ થઈ શકે છે.

જો પ્રદર્શનકારીએ ચહેરો ઢાંક્યો હોય તો સજા વધુ કડક બનશે. જો લૂંટફાટમાં કોઈ સગીર સામેલ હશે તો તેનાં માતા-પિતાને પણ નુકસાનની ભરપાઈ કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવશે. પોલીસને હવે ૧૪થી ૧૭ વર્ષના શંકાસ્પદ યુવાનોની અટકાયત કરવાની પણ સત્તા અપાઈ છે. 



હવે ઇન્ડોનેશિયામાં સરકારવિરોધી પ્રદર્શનોઃ ટોળાએ પોલીસના વાહનને આગ ચાંપી દીધી


ઇન્ડોનેશિયામાં પ્રબોવો સુબિયાન્ટો સરકારને બે વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે પશ્ચિમ જાવાની રાજધાની બાંદુંગમાં ગઈ કાલે મોડી રાત્રે પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણ બાદ પોલીસ-ટ્રકને આગ ચાંપી દેવામાં આવતાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. આ ઘટનામાં ત્રણ પોલીસ-અધિકારીઓ ઘાયલ થયા છે.
બાંદુંગમાં હિંસક અશાંતિ ફાટી નીકળી હતી અને એક જૂથે પોલીસના ભીડનિયંત્રણ વાહન પર પથ્થરો, ફટાકડા અને જ્વલનશીલ બૉમ્બ વડે હુમલો કર્યો હતો. આ ઘટના બેરોજગારી, વધતી જતી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને જમીનવિવાદો સામે વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલાં પ્રદર્શનો બાદ બની છે. સત્તાવાળાઓ આ હુમલાની તપાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી હુમલાખોરોની ઓળખ સ્પષ્ટ થઈ નથી.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 07:55 AM IST | Italy | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK