હુમલાખોરને પણ ઠાર કરવામાં આવ્યો, અમેરિકાના ઑરેગૉન રાજ્યમાં આવેલા બેન્ડ શહેરમાં સિલ્વર રેલ એલિમેન્ટરી સ્કૂલ ખાતે ગુરુવારે ૧૬ વર્ષના એક હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરીને ૩ બાળકો સહિત ૪ લોકોની હત્યા કરી હતી.
ઑરેગૉન રાજ્યના બેન્ડ શહેરમાં જ્યાં ઘટના બની હતી એ સિલ્વર રેલ એલિમેન્ટરી સ્કૂલ.
અમેરિકાના ઑરેગૉન રાજ્યમાં આવેલા બેન્ડ શહેરમાં સિલ્વર રેલ એલિમેન્ટરી સ્કૂલ ખાતે ગુરુવારે ૧૬ વર્ષના એક હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરીને ૩ બાળકો સહિત ૪ લોકોની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે લૉક કરેલા દરવાજા પર ફાયરિંગ કરીને સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો. આ ગોળીબારમાં પાંચ, ૮ અને ૧૧ વર્ષનાં ૩ માસૂમ બાળકો અને એક શિક્ષકનાં મોત થયાં હતાં.
સ્કૂલની પાછળ દોડી આવેલા એક સશસ્ત્ર સ્થાનિક નાગરિકે બહાદુરી બતાવીને હુમલાખોરને ઠાર કર્યો હતો જેને કારણે વધુ મોટી જાનહાનિ ટળી હતી.
અમેરિકામાં સ્કૂલ-શૂટિંગની ઘટનાઓનો લાંબો ઇતિહાસ છે. આ દુર્ઘટનાએ ફરી એક વાર અમેરિકામાં ગનકલ્ચર વિશેની ચર્ચાઓને વેગ આપ્યો હતો.
