ઉચ્ચ-સ્તરીય બેઠકો વચ્ચે, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શૅર કરેલો એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં મેક્રોન ફ્રાન્સના નાઇસ શહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા.
વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન (તસવીર: એજન્સી)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ મુલાકાત બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક સહયોગ અંગે ચર્ચા પર કેન્દ્રિત હતી. દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની સોશિયલ મીડિયા પોસ્ટ પણ બન્ને નતેઓ વચ્ચેની વાતચીતનો મુખ્ય વિષય બની હતી. G-7 સમિટ પહેલા, વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ફ્રાન્સમાં મળ્યા હતા, જ્યાં તેમણે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલય દ્વારા એક ખાસ બ્રીફિંગ દરમિયાન, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વાટાઘાટોમાં નાના અને અદ્યતન મોડ્યુલર રિએક્ટર્સ અંગે સહયોગ પર ચર્ચાનો સમાવેશ થતો હતો. વધુમાં, ભારતે શાંતિ કાયદા હેઠળ ફ્રેન્ચ પરમાણુ કંપનીઓને દેશના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં સીધા ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
મેક્રોને શૅર કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
ADVERTISEMENT
ઉચ્ચ-સ્તરીય બેઠકો વચ્ચે, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શૅર કરેલો એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં મેક્રોન ફ્રાન્સના નાઇસ શહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં બન્ને નેતાઓ વચ્ચેની વાતચીતને કેદ કરવામાં આવી છે. જો કે, વિડિઓનો સૌથી વધુ ચર્ચાસ્પદ પાસું તેના બૅકગ્રાઉન્ડમાં વાગતું સંગીત હતું. મેક્રોને તાજેતરમાં રિલીઝ થયેલી બૉલિવૂડ ફિલ્મ `ધુરંધર`ના લોકપ્રિય ગીત ‘Ari Ari’નો ઉપયોગ કર્યો હતો, જેણે ભારતીય સોશિયલ મીડિયા યુઝરોનું ધ્યાન ખેંચ્યું હતું.
View this post on Instagram
ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી પ્રતિક્રિયાઓ
વીડિયોમાં હિન્દી ફિલ્મ ગીતના ઉપયોગથી સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં પ્રતિક્રિયાઓ આવી હતી. ઘણા યુઝર્સે તેને ભારતને સમર્થન અને બન્ને રાષ્ટ્રો વચ્ચે વધતી જતી નિકટતાના સંકેત તરીકે જોયું. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે અનુમાન લગાવ્યું હતું કે ગીતની પસંદગી ભારત માટે પ્રતીકાત્મક સંદેશ આપી શકે છે. ઘણા લોકોએ તેને વૈશ્વિક મંચ પર ભારતને સમર્થન અને તેના વલણ માટે આદરના સંકેત તરીકે અર્થઘટન કર્યું. જોકે, આ બાબતે રાષ્ટ્રપતિ મેક્રોન કે ફ્રેન્ચ સરકાર તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. પોસ્ટ વાયરલ થયા બાદ, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયા આપી. ઘણા યુઝર્સે મેક્રોનના આ પગલાની પ્રશંસા કરી, તેને વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે વધતા સહકાર અને વ્યક્તિગત સંબંધોનું પ્રતીક ગણાવ્યું. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, ઊર્જા, ટૅકનોલૉજી અને પરમાણુ સહયોગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં તેમની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચાઓ ચાલી રહી છે.
