Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > રશિયન સેનાનો લેફ્ટનન્ટ મમ્મીના કહેવાથી યુક્રેનનો જાસૂસ બની ગયો, પોતાના દેશના ૩૦૦+ સૈનિકોને મરાવી નાખ્યા

રશિયન સેનાનો લેફ્ટનન્ટ મમ્મીના કહેવાથી યુક્રેનનો જાસૂસ બની ગયો, પોતાના દેશના ૩૦૦+ સૈનિકોને મરાવી નાખ્યા

Published : 19 October, 2026 03:49 PM | IST | Moscow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વાતની જાણ થતાં જ સ્ટુપનિકોવે યુક્રેનિયન સૈન્યનો સંપર્ક કર્યો અને એક દિવસ તક જોઈને તે તેના પોસ્ટિંગ વિસ્તારમાંથી ભાગી ગયો અને યુક્રેન પહોંચી ગયો હતો.

લેવ સ્ટુપનિકોવ

લેવ સ્ટુપનિકોવ


એક રશિયન લેફ્ટનન્ટે પોતાની મમ્મીના કહેવાથી યુક્રેનના જાસૂસ બનીને ૩૦૦થી વધુ રશિયન સૈનિકોને મરાવી નાખ્યા હતા. રશિયા સાથે દગો કરનાર આ વ્યક્તિનું નામ લેવ સ્ટુપનિકોવ છે. તે રશિયન સેનામાં લેફ્ટનન્ટ હતો અને ડોનબાસ પ્રદેશના રક્ષણ માટે તહેનાત બટૅલ્યનને મદદ કરવા માટે મુખ્ય સિગ્નલ ઑફિસર તરીકે મોકલવામાં આવ્યો હતો. તેનું કામ ઇલેક્ટ્રૉનિક દેખરેખ દ્વારા દુશ્મનનાં સ્થળો અને આગામી હુમલાઓની સમયસર ચેતવણી આપવાનું હતું, પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ ગયો. તેના બદલે તેણે યુક્રેનિયન ગુપ્તચર એજન્સી સાથે હાથ મિલાવી લીધા હતા. 
લેવ સ્ટુપનિકોવની ૪૯ વર્ષની મમ્મી તાતિયાના યાન્ટસેન મૉસ્કોમાં સરકારી કર્મચારી હતી અને પુતિનની નીતિઓની કટ્ટર વિરોધી હતી. તેણે પુતિનના શાસન સામે અનેક વિરોધ-પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. જ્યારે તેને ખબર પડી કે દીકરો ફ્રન્ટલાઇન પર લડી રહ્યો છે ત્યારે તેણે દિમિત્રો કાર્પેન્કો નામની વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. દિમિત્રો કાર્પેન્કો યુક્રેનિયન લશ્કરી ગુપ્તચર સંસ્થા માટે કામ કરતો કમ્પ્યુટર પ્રોગ્રામર હતો. તાતિયાનાએ તેને કહ્યું કે મારો પુત્ર ડોનબાસ ક્ષેત્રમાં ફ્રન્ટલાઇન પર તહેનાત છે અને યુક્રેનને નોંધપાત્ર મદદ કરી શકે છે. તાતિયાનાની વાત સાંભળ્યા પછી દિમિત્રો કાર્પેન્કો ગુપ્ત રીતે સ્ટુપનિકોવને મળ્યો અને તેને યુક્રેનિયન ગુપ્ત એજન્ટ બનાવ્યો હતો. એક દિવસ તેણે યુક્રેનિયન સેનાને રશિયન સેનાનું ચોક્કસ સ્થાન મોકલ્યું. હુમલો કરવાનો યોગ્ય સમય પણ જણાવ્યો. નિર્ધારિત સમય પહેલાં પેટમાં દુખે છે એવા બહાને સ્ટુપનિકોવ ત્યાંથી ચાલ્યો ગયો હતો. થોડા સમય બાદ યુક્રેનની એક મિસાઇલ ત્યાં પડી હતી જેમાં ૬૮ રશિયન સૈનિકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ૬૦ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી પણ તેની માહિતી પર ઘણા હુમલા થયા, જેમાં કુલ ૩૦૦થી વધુ રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.
વારંવાર હુમલામાં તેનો જીવ બચી જતો હોવાથી રશિયન સેનાને તેના પર શંકા થવા લાગી. આ વાતની જાણ થતાં જ સ્ટુપનિકોવે યુક્રેનિયન સૈન્યનો સંપર્ક કર્યો અને એક દિવસ તક જોઈને તે તેના પોસ્ટિંગ વિસ્તારમાંથી ભાગી ગયો અને યુક્રેન પહોંચી ગયો હતો.

મમ્મી-બહેન પણ પહોંચ્યાં યુક્રેન



યુક્રેનમાં સ્ટુપનિકોવ રશિયન વૉલન્ટિયર કૉર્ઝ (RVC)માં જોડાયો હતો, જે યુક્રેનિયન સેનાનું એક ખાસ યુનિટ હતું. આ યુનિટ પુતિનની સરકાર સામે લડતા અસંતુષ્ટ રશિયનો માટે બનાવવામાં આવ્યું હતું. સ્ટુપનિકોવના ગુમ થયા પછી રશિયન સેનાએ તેની મમ્મી અને બહેન પર દબાણ કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ રશિયન સેનાના અધિકારીઓ તેના ઘરે જતા ત્યારે તે હંમેશાં કહેતી કે મને મારા પુત્ર વિશે કોઈ માહિતી નથી અને તેને શોધવાની જવાબદારી સેનાની છે. ફેબ્રુઆરી ૨૦૨૫માં તેણે તેની પુત્રી સાથે મોલ્ડોવા થઈને રશિયન સરહદ પાર કરી અને યુક્રેન પહોંચી હતી. એક યુટ્યુબ ઇન્ટરવ્યુમાં તાતિયાનાએ કહ્યું હતું કે મારા પુત્રે રશિયન સેના સાથે દગો કરીને કંઈ ખોટું કર્યું નથી, સેના નિર્દોષ યુક્રેનિયનોને મારી રહી હતી જે તેના લશ્કરી શપથની વિરુદ્ધ હતું.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 03:49 PM IST | Moscow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK