Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પોતાના ધર્મ અને પરંપરા માટે આવું ગૌરવ હોવું જોઈએ

પોતાના ધર્મ અને પરંપરા માટે આવું ગૌરવ હોવું જોઈએ

Published : 24 August, 2026 01:21 PM | Modified : 24 August, 2026 02:10 PM | IST | indonesia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડોનેશિયાના બાલીમાં હિન્દુ તહેવારની મજાક ઉડાવનારા સ્વિસ ટૂરિસ્ટને થઈ એક વર્ષની સજા

સ્વિસ નાગરિક લુસિયન એન્ડ્રિન

સ્વિસ નાગરિક લુસિયન એન્ડ્રિન


ઇન્ડોનેશિયામાં ૨૬ વર્ષના એક સ્વિસ પ્રવાસી લુસિયન એન્ડ્રિન જગ્રૈગનને ઇન્ડોનેશિયન કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યા બાદ એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ ધાર્મિક વિધિનું ઉલ્લંઘન કરવાનો અને એનું અપમાન કરવાનો તેના પર આરોપ છે. જોકે આ ટૂરિસ્ટે જણાવ્યું હતું કે મને તહેવારના પ્રતિબંધોની જાણકારી નહોતી, હું દેશના લોકોની માફી માગું છું.

આ સ્વિસ કન્સ્ટ્રક્શન-વર્કરે ઇન્ડોનેશિયાના બાલીમાં એક વિડિયો રેકૉર્ડ કર્યો હતો અને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો. આ વિડિયોમાં તેણે ‘ન્યેપી’  તહેવારની રજા દરમ્યાન ખાલી પડેલા બીચને પાગલપણ ગણાવ્યું હતું. આ પ્રવાસીએ રજાના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને વિડિયો બનાવ્યો હતો અને અપશબ્દોથી ભરેલી કૅપ્શન પોસ્ટ કરી હતી. રેકૉર્ડિંગમાં તેણે કહ્યું હતું કે ‘હું બીચ પર પહોંચી ગયો છું. તેમણે મને પકડ્યો નહીં. અહીં સંપૂર્ણ અંધારું છે. અહીં કોઈ નથી. આ એકદમ વિચિત્ર છે.’ આ વિડિયો શૅર કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. બાલીમાં લોકોએ વિડિયો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.



ન્યેપી તહેવારમાં આખું બાલી રહે છે મૌન
ઇન્ડોનેશિયામાં ન્યેપી નામના તહેવારમાં દેશભરના લોકો મૌન રહે છે, ઉપવાસ અને ધ્યાન કરે છે. તેથી આ તહેવારને મૌન દિવસ પણ કહેવામાં આવે છે. આ દિવસે આખો ટાપુ બંધ રહે છે. લોકોને ૨૪ કલાક ઘરની અંદર રહે છે અને આ પ્રથાનું પાલન બધા ધર્મોના લોકો કરે છે. ઇન્ટરનેટ ઍક્સેસ પણ પ્રતિબંધિત રહે છે, ઇન્ડોનેશિયન ઍરપોર્ટ બંધ રહે છે અને વીજળીનો ઉપયોગ કરવો પણ પ્રતિબંધિત છે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 02:10 PM IST | indonesia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK