આ દુ:ખદ ઘટનામાં લગભગ 30 લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. ક્રેનનો ઉપયોગ ઍલિવેટેડ હાઇ-સ્પીડ રેલવે બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. જોકે, બૅન્ગકૉકથી ઉબોન રત્ચાથની પ્રાંત તરફ જતી વખતે તે ચાલતી ટ્રેન પર પડી ગઈ.
તસવીર: સોશિયલ મીડિયા
થાઇલૅન્ડમાં એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. એક ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયાના અહેવાલ છે. બૅન્ગકૉકથી દેશના ઉત્તરપૂર્વીય પ્રાંત તરફ જતી ટ્રેનના એક ડબ્બા પર બાંધકામ ક્રેન પડી જવાથી આ ઘટના બની હતી. આ દુ:ખદ ઘટનામાં લગભગ 30 લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. ક્રેનનો ઉપયોગ ઍલિવેટેડ હાઇ-સ્પીડ રેલવે બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. જોકે, બૅન્ગકૉકથી ઉબોન રત્ચાથની પ્રાંત તરફ જતી વખતે તે ચાલતી ટ્રેન પર પડી ગઈ.
ઘટનાસ્થળ પરથી ભયાવહ દ્રશ્યો આવ્યા સામે
ADVERTISEMENT
Video clip from the scene of the serious train accident today when a crane fell onto a passenger train at a construction site in Nakhon Ratchasima province. Multiple deaths reported.
— Thai Train Guide (@ThaiTrainGuide) January 14, 2026
Video released by @PR_SRT #Thailand pic.twitter.com/AOP2Ng7ESR
જ્યારે ટ્રેન પર ક્રેન પડી ત્યારે તેમ આગ પણ લાગી હોવાનું કહેવાય છે. માહિતી મળતાં જ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. બચાવ કામગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા સામે આવ્યો છે. વીડિયોમાં, અધિકારીઓ ફસાયેલા મુસાફરોને બચાવવા માટે ટ્રેનના કાટમાળને હટાવતા જોવા મળી રહ્યા છે.
બચાવ કામગીરી અધિકારીઓએ હાથ ધરી
BREAKING: Tragic accident in Thailand: At least 22 dead and 55 injured after a high-speed rail construction crane collapsed onto Train No. 21 traveling from Bangkok to Ubon Ratchathani, between Nong Nam Khuean and Si Khio stations. There were 190 passengers on board. pic.twitter.com/OBrvp7M6WS
— Weather Monitor (@WeatherMonitors) January 14, 2026
ફેસબુક પોસ્ટમાં, નાખોન રત્ચાસિમાના જનસંપર્ક વિભાગે જણાવ્યું હતું કે આગ કાબૂમાં છે અને બચાવકર્તાઓ ટ્રેનમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાથી જાનહાનિ વધવાની આશંકા છે. થાઇલૅન્ડના પરિવહન મંત્રી પિફટ રત્ચાકિતપ્રકનના જણાવ્યા અનુસાર, ઘટના સમયે ટ્રેનમાં 195 લોકો સવાર હતા.
કંબોડિયામાં આવેલી ભગવાન વિષ્ણુની ૩૦ ફુટ ઊંચી મૂર્તિ થાઇલૅન્ડની સેનાએ તોડી નાખી
થાઇલૅન્ડની સેનાએ કંબોડિયાની સીમાની ૪૦૦ મીટર અંદર બનેલી ભગવાન વિષ્ણુની ૩૦ ફુટ ઊંચી મૂર્તિને તોડી નાખી હતી. સોશ્યલ મીડિયામાં શૅર કરેલા વિડિયોમાં થાઇસેનાના એન્જિનિયર્સ એક બુલડોઝરથી ભગવાન વિષ્ણુની મોટી મૂર્તિ પાડતા જોવા મળે છે. આ ઘટના બાવીસ ડિસેમ્બરે બની હતી. આ તોડફોડ ધાર્મિક દુશ્મનીને કારણે નહીં, પરંતુ ક્ષેત્રીય દાવાઓને કારણે થઈ હતી. ૨૦૧૩માં આ મૂર્તિ કંબોડિયાની સેનાએ એ જમીન પર લગાવી હતી જેને થાઇલૅન્ડ પોતાનો વિસ્તાર માનતું હતું. આ વિસ્તારમાં એક કસીનો પણ હતો. થાઇસેનાએ આ જમીન પર કબજો મેળવવા માટે મૂર્તિને નષ્ટ કરી હતી અને એ વિસ્તાર પર ફરી નિયંત્રણ મેળવી લીધું હોવાનો દાવો કર્યો હતો. મૂર્તિ તોડવાની ઘટના પર ભારતે ચિંતા જતાવી હતી અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે ‘મંગળવારે ધાર્મિક પ્રતીકોનું અપમાન કરવામાં આવ્યું. એ દુનિયાભરના શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે. જમીનની લડાઈમાં આવું ન થવું જોઈએ.’


