Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઊર્જા યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકમાં રશિયાનો યુક્રેનના પાવરપ્લાન્ટ પર હુમલો

ઊર્જા યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકમાં રશિયાનો યુક્રેનના પાવરપ્લાન્ટ પર હુમલો

Published : 13 October, 2026 03:07 PM | IST | Moscow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુક્રેન સ્પષ્ટ વિગતોની રાહ જોઈ રહ્યું છે, જ્યારે મૉસ્કોએ હજી સુધી કોઈ કમેન્ટ કરી નથી.

ખાર્કિવના સબર્બ પેસોચિનમાં રશિયન અટૅકમાં નષ્ટ થઈ ગયેલી દુકાન.

ખાર્કિવના સબર્બ પેસોચિનમાં રશિયન અટૅકમાં નષ્ટ થઈ ગયેલી દુકાન.


અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે તાત્કાલિક અસરથી ઊર્જા યુદ્ધવિરામની જાહેરાત કર્યાના કલાકો પછી રશિયાએ યુક્રેનના ખાર્કિવમાં એક થર્મલ પાવરપ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આ મુદ્દે યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ ઊર્જામાળખા પર હુમલાની પુષ્ટિ કરીને કહ્યું હતું કે જો રશિયા સંમત થાય તો જ યુક્રેન યુદ્ધવિરામનું પાલન કરશે. યુક્રેન સ્પષ્ટ વિગતોની રાહ જોઈ રહ્યું છે, જ્યારે મૉસ્કોએ હજી સુધી કોઈ કમેન્ટ કરી નથી.

ઈસ્ટ આફ્રિકામાં જીબૂટી પાસે બોટ ઊલટી થઈ ગઈ, ૧૩૯ લોકોએ જીવ ગુમાવ્યો, ૮૪ લાપતા

ઈસ્ટ આફ્રિકન દેશ જીબૂટીના દરિયાકાંઠે ૩૦૫ લોકોને લઈ જતી એક બોટ શુક્રવારે વહેલી સવારે પલટી જતાં ૧૫ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૩૯ હિજરતીઓએ જીવ ગુમાવ્યો હતો. આ સંદર્ભમાં ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશન (IOM)એ જણાવ્યું હતું કે ‘બોટ જીબૂટીથી યમન જઈ રહી હતી અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ૮૨ લોકો બચી ગયા છે, જ્યારે ઓછામાં ઓછા ૮૪ હજી પણ ગુમ છે.’


ઊંધી વળી ગયેલી બોટ

ઓમાનના દરિયાકાંઠે કમર્શિયલ જહાજ પર ડ્રોન હુમલો, બે ભારતીય નાવિકો લાપતા


હુમલાનો ભોગ બનેલું જહાજ.

ઓમાનના દરિયાકાંઠે સોહર પોર્ટ પાસે નિકારાગુઆના એમટી પેટ્રો ડોલ્ફિન નામના કમર્શિયલ જહાજ પર ડ્રોન હુમલો થતાં બે ભારતીય નાવિકો લાપતા થયા છે. આ જહાજ પર કુલ ૧૧ ભારતીય ક્રૂ-મેમ્બર્સ હતા. શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલે સોશ્યલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે ૧૧ ઑક્ટોબરે થયેલા આ હુમલા બાદ ૯ ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા, જ્યારે અન્ય બે હજુ પણ લાપતા છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 03:07 PM IST | Moscow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK