Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > US Crime News: પતિએ પહેલા પત્નીને પતાવી પછી એના જ વીમા પોલિસીના પૈસે ખરીદી લાવ્યો સેકસ ડૉલ!

US Crime News: પતિએ પહેલા પત્નીને પતાવી પછી એના જ વીમા પોલિસીના પૈસે ખરીદી લાવ્યો સેકસ ડૉલ!

29 April, 2024 11:15 AM IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

US Crime News: આ વ્યક્તિને તેની પત્નીના મૃત્યુ બાદ કરોડો રૂપિયા મળ્યા હતા. જોકે, માત્ર આઠ મહિનામાં તેણે આ મળેલી રકમ મોજમસ્તીમાં ખર્ચી નાખી.

તસવીર: કોલ્બી ટ્રિકલનું એફબી એકાઉન્ટ

તસવીર: કોલ્બી ટ્રિકલનું એફબી એકાઉન્ટ


કી હાઇલાઇટ્સ

  1. કોલ્બી ટ્રિકલ નામના એક વ્યક્તિએ પોલીસને જાણ કરવા માટે 911 પર કૉલ લગાડ્યો હતો
  2. હવે તે પત્નીની હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે
  3. કોલ્બી ટ્રિકલે વિડીયો ગેમ્સ, દેવું ચૂકવવા અને સંગીતનાં સાધનો ખરીદવા માટે પૈસા બગાડ્યા

અમેરિકાના કેન્સાસ શહેરમાંથી એક હ્ર્દયદ્રાવક ઘટના (US Crime News) સામે આવી છે. તમને જણાવી દઈએ કે અહીં એક વ્યક્તિએ સૌ પ્રથમ તો તેની પત્નીની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તેના જીવન વીમા પોલિસીના પૈસાથી પોતાના માટે સેક્સ ડોલ વેચાતી લીધી હતી. પ્રાપ્ત અહરવાળો અનુસાર તેણે પત્નીના નામે બે વીમા પોલિસી લીધી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે  આ વ્યક્તિને તેની પત્નીના મૃત્યુ બાદ કરોડો રૂપિયા મળ્યા હતા. જોકે, માત્ર આઠ મહિનામાં તેણે આ મળેલી રકમ મોજમસ્તીમાં ખર્ચી નાખી. હવે તે પત્નીની હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

વર્ષ ૨૦૧૯માં આ હત્યાનો મામલો આવ્યો હતો પ્રકાશમાં



આ જે આખો મામલો (US Crime News) બન્યો છે તે વર્ષ 2019માં સામે આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કોલ્બી ટ્રિકલ નામના એક વ્યક્તિએ પોલીસને જાણ કરવા માટે 911 પર કૉલ લગાડ્યો હતો કે 26 વર્ષીય પત્ની, ક્રિસ્ટન ટ્રિકલે તેમના કેન્સાસના આવેલા ઘરમાં પોતાને ગોળી મારી દીધી છે. જો કે તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓને શંકા હતી કે આ મામલો હત્યા સાથે સંબંધિત હોઈ શકે છે  પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે ક્રિસ્ટનનું મોત બંદૂકની ગોળીથી થયું હતું. જોકે, રિવોલ્વર પર અન્ય કોઈ વ્યક્તિના હાથના નિશાન નહોતા કે મહિલાના શરીર પર ઈજાના કોઈ નિશાન નહોતા. ત્યારબાદ આત્મહત્યાના નામે આ કેસ નોંધવામાં આવ્યો હતો.


પત્નીના મૃત્યુ બાદ મળેલા વીમા પોલિસીના પૈસામાંથી ખરીદી સેકસ ડૉલ 

જોકે, આ મામલા (US Crime News)ની તપાસ જ્યારે પોલીસે શરૂ કરી ત્યારે પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી. એવું જાણવા મળ્યું કે કોલ્બીએ તેની પત્ની માટે બે જીવન વીમા પોલિસીઓ ખોલાવી હતી. અને જ્યારે પત્ની મૃત્યુ પામી પછી તેને કુલ ડોલર 120,000 (અંદાજે રૂ. 1 કરોડ)થી વધુની રકમ મળી હતી. 


એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે તપાસકર્તાઓએ એ પણ શોધી કાઢ્યું હતું કે વીમા પોલિસીના નાણાં પ્રાપ્ત કર્યાના માત્ર બે દિવસ પછી તરત જ આ ભાઈએ પોતાના માટે એક સેક્સ ડોલ ખરીદી હતી. 

14 જુલાઈ, 2021ના રોજ, ક્રિસ્ટન ટ્રિકલના મૃત્યુના લગભગ બે વર્ષ (21 મહિના) બાદ કોલ્બી ટ્રિકલ પર ફર્સ્ટ-ડિગ્રી હત્યા અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા તપાસમાં અવરોધ લાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેની સુનાવણી દરમિયાન, ફરિયાદીઓએ જ્યુરીને કોલ્બી ટ્રિકલની સેક્સ ડોલની ખરીદી વિશે જાણ કરી હતી.

ઈન્શ્યોરન્સ પોલિસીના પૈસા દેવું ચૂકવવા વાપર્યા 

US Crime News: તેટલું જ નહીં તેણે ઈન્સ્યોરન્સ પોલિસીમાંથી મળેલી રકમનો ઉપયોગ દેવું ચૂકવવા અને મોજ-મસ્તી કરવા માટે કર્યો હતો. કોલ્બીએ સેક્સ ડોલ માટે ડોલર 2,000 (રૂ. 1.66 લાખ) ખર્ચ્યા હોવાના પણ સમાચાર સામે આવી રહે છે. કોલ્બી ટ્રિકલે વિડીયો ગેમ્સ, દેવું ચૂકવવા અને સંગીતનાં સાધનો ખરીદવા પર પણ હજારો ડોલરનો ખર્ચ કર્યો હતો જેથી તે કલાકાર બનવાનું પોતાનું સપનું પૂરું કરી શકે.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 11:15 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK