બેન્જામિન નેતન્યાહુને યુદ્ધ અપરાધી ગણાવ્યા ઝોહરાન મમદાનીએ, ન્યુ યૉર્કમાં આવે ત્યારે શું કરી શકાય એ વિશે લૉ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા શરૂ
ઝોહરાન મમદાની, બેન્જામિન નેતન્યાહુ
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ જો સપ્ટેમ્બરમાં યુનાઇટેડ નેશન્સ (UN)ની જનરલ અૅસેમ્બ્લી માટે ન્યુ યૉર્ક આવશે તો તેમની ધરપકડ કરવી કે કેમ એ વિશે તેમનું વહીવટી તંત્ર વિચારણા કરી રહ્યું છે એમ કહીને ન્યુ યૉર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ વિવાદ છેડ્યો છે.
એક શો દરમ્યાન આપેલા ઇન્ટરવ્યુમાં મમદાનીએ નેતન્યાહુને ‘યુદ્ધ અપરાધી’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમના પર ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા આરોપો મૂકવામાં આવ્યા હોવાથી તેઓ નેધરલૅન્ડ્સના શહેર ધ હેગમાં આવેલી ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં હોવા જોઈએ.
ADVERTISEMENT
નેતન્યાહુ જેવા વિદેશી નેતાને કસ્ટડીમાં લેવા માટે ન્યુ યૉર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે કાનૂની સત્તા છે કે નહીં એ વિશે હું સિટીના લૉ ડિપાર્ટમેન્ટ સાથે સતત સંપર્કમાં છું એમ જણાવીને મમદાનીએ કહ્યું હતું કે ‘કાયદો મંજૂરી આપશે એ મુજબ જ પગલાં ભરવામાં આવશે અને તેમની ધરપકડ કરવામાં આવશે, પરંતુ પોતાની રીતે કોઈ નવા કાયદા બનાવવામાં નહીં આવે.’
મેયરપદના ચૂંટણીપ્રચાર દરમ્યાન પણ મમદાનીએ નેતન્યાહુની ધરપકડ કરવાનો આદેશ આપવાની વાત કરી હતી.
