° °

આજનું ઇ-પેપર
Sunday, 26 June, 2022


૧૬ બાળકોને જન્મ આપનારી આ મહિલા ગર્ભનિરોધકના ઉપયોગમાં નથી માનતી

13 May, 2022 09:39 AM IST | North Carolina
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૅટી હર્નાન્ડેઝ જણાવે છે કે હવે તો મને હૉસ્પિટલની નર્સો પણ ઓળખી ગઈ છે

 પૅટી હર્નાન્ડેઝ પતિ અને બાળકો સાથે Offbeat

પૅટી હર્નાન્ડેઝ પતિ અને બાળકો સાથે

અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં ૩૯ વર્ષની પૅટી હર્નાન્ડેઝ અને તેનો ૩૮ વર્ષનો પતિ કાર્લોસ ૧૬ બાળકો સાથે પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં રહે છે. પૅટી હર્નાન્ડેઝ જણાવે છે કે હવે તો મને હૉસ્પિટલની નર્સો પણ ઓળખી ગઈ છે. બાળકોને ભગવાનની ભેટ માનતું આ યુગલ ગર્ભનિરોધનાં સાધનોના ઉપયોગમાં વિશ્વાસ નથી ધરાવતું. ફ્લોર ક્લીનર તરીકે કામ કરી ઘર ચલાવતા પતિ કાર્લોસના માનમાં આ યુગલે તમામ બાળકો - પાંચ છોકરાઓ અને ૧૦ છોકરીઓનાં નામ અંગ્રેજી લેટર ‘સી’ પરથી રાખ્યાં છે. હાલમાં જ તેમના ઘરે દીકરો અવતરતાં હવે છોકરાઓની સંખ્યા ૬ થઈ છે. આ ૧૬ બાળકોમાં ૬ જોડિયાં બાળકો છે. આટલાં બધાં બાળકોનો ઉછેર તણાવપૂર્ણ હોવા છતાં તે પોતાનાં બાળકોના ઉછેરથી ઘણી આનંદિત છે. બાળકને જન્મ આપ્યાના ત્રીજા મહિને જ તે ફરી ગર્ભવતી થતાં બાળકની સંખ્યા વધતી રહે છે.  

13 May, 2022 09:39 AM IST | North Carolina | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

South Africa:એક નાઈટ ક્લબમાંથી 17 લોકોના મૃતદેહ મળ્યા, કોઈના પર ઈજાના નિશાન નહીં

દક્ષિણ આફ્રિકાના ઈસ્ટ લંડન શહેરની ટાઉનશીપમાં એક નાઈટ ક્લબમાં રવિવારે ઓછામાં ઓછા 17 યુવકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ માહિતી આપી હતી.

26 June, 2022 05:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

નૉર્વેમાં અંધાધૂંધ ફાયરિંગમાં બે જણનાં મૃત્યુ, ૨૧ને ઈજા

ધરપકડ કરાયેલો મૂળ ઈરાનનો શકમંદ કટ્ટરપંથી ઇસ્લામિસ્ટ હોવાનું મનાય છે

26 June, 2022 09:08 IST | Oslo | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

વૉશિંગ્ટનથી લૉસ ઍન્જલસ સુધી અમેરિકામાં દેખાવો

ગર્ભપાત બંધારણીય અધિકાર રહ્યો ન હોવાના ચુકાદા બાદ એની તરફેણમાં અને વિરોધમાં મોટા પાયે દેખાવો થઈ રહ્યા છે

26 June, 2022 09:05 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK