Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનના હુમલાના જવાબમાં ઇઝરાયલે કર્યો ડ્રોન હુમલો?

ઈરાનના હુમલાના જવાબમાં ઇઝરાયલે કર્યો ડ્રોન હુમલો?

20 April, 2024 09:27 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈરાનનાં પરમાણુ કેન્દ્રોવાળાં શહેરો પર થયેલા હુમલામાં અનેક ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગયા અઠવાડિયે ઇઝરાયલ પર કરાયેલા ડ્રોન અને મિસાઇલ અટૅકનો જવાબ આપવા માટે ગઈ કાલે ઇઝરાયલે ઈરાન પર ડ્રોન-અટૅક કર્યો હોવાનું કહેવાય છે. ઈરાનનાં જે શહેરોમાં ન્યુક્લિયર પ્લાન્ટ છે એવાં શહેરો પર હુમલો થયો છે. ઈરાનના મુખ્ય ઍરબેઝ અને મિલિટરી રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ સેન્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યાં છે.

સૌથી વધુ વસ્તી ધરાવતા ઈરાનના ત્રીજા નંબરના મોટા શહેર ઇસ્ફહાનમાં ઍરપોર્ટ અને ઍરબેઝની આસપાસ આવેલા વિસ્તારોમાં ધડાકાના અવાજો સાંભળવા મળ્યા હતા. ઇઝરાયલના હુમલાથી બચવા માટે ઈરાને એનાં અનેક શહેરોમાં ઍર-ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી હતી અને અનેક ડ્રોન તોડી પાડ્યાં હતાં. ઇસ્ફહાન પ્રાંતના નાતાન્ઝમાં ઈરાનના યુરેનિયમ એનરિચમેન્ટ પ્રોગ્રામનું મુખ્યાલય છે. આ વિસ્તારમાં મિસાઇલ નાખવામાં આવ્યું હોવાના અહેવાલ છે, પણ ઈરાને જણાવ્યું હતું કે અમે અસંખ્ય ડ્રોન તોડી પાડ્યાં છે, મિસાઇલ-અટૅક થયો નથી.
જોકે ઇઝરાયલે આ હુમલા વિશે કોઈ જાણકારી આપી નથી. આમ પણ ઈરાન બાબતે ઇઝરાયલની મિલિટરી ભાગ્યે જ કોઈ જાણકારી શૅર કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 09:27 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK