Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રમ્પના ફેવરિટ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરનો ઈરાન સાથે જૂનો સંબંધ હોવાથી અમેરિકન એજન્સીઓ ચિંતામાં

ટ્રમ્પના ફેવરિટ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરનો ઈરાન સાથે જૂનો સંબંધ હોવાથી અમેરિકન એજન્સીઓ ચિંતામાં

Published : 20 April, 2026 11:01 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાએ ઈરાની રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. નિષ્ણાતોની દલીલ છે કે જે વ્યક્તિના સંબંધો સીધા IRGC સાથે હોય તે અમેરિકા અને ઈરાન વચ્ચે નિષ્પક્ષ મધ્યસ્થી કેવી રીતે કરી શકે?

આસિમ મુનીર

આસિમ મુનીર


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ આસિમ મુનીર વચ્ચેની નિકટતા હવે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ માટે ચર્ચાનો વિષય બની છે. ટ્રમ્પે તાજેતરમાં જનરલ મુનીરને પોતાના ‘ફેવરિટ ફીલ્ડ માર્શલ’ ગણાવીને તેમની પ્રશંસા કરી હતી, પરંતુ બીજી તરફ જનરલ મુનીરના ઈરાન સાથેના કથિત ગાઢ સંબંધોએ અમેરિકી ગુપ્તચર વર્તુળોમાં ‘રેડ ફ્લૅગ’ એટલે કે ચેતવણીના સંકેત આપ્યા છે.

આસિમ મુનીર હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસન ઈરાન સાથેના તનાવને ઘટાડવા માટે મુનીરના પ્રભાવનો ઉપયોગ કરવા ઇચ્છતું હોય એમ જણાય છે. જોકે આ ભૂમિકા એટલી સરળ નથી, કારણ કે જનરલ મુનીરના ઈરાનની સૈન્ય પાંખ સાથેના જૂના સંબંધો વિવાદનું કારણ બન્યા છે.



ફૉક્સ ન્યુઝ અને ઇન્ટેલિજન્સ વર્તુળોના અહેવાલો મુજબ જનરલ આસિમ મુનીર ઈરાનના ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ’ (IRGC)ના વરિષ્ઠ અધિકારીઓની ખૂબ નજીક હોવાનું મનાય છે. નોંધનીય છે કે અમેરિકાએ IRGCને આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે. ટીકાકારો અને વિશ્લેષકો દલીલ કરી રહ્યા છે કે જે વ્યક્તિના સંબંધો સીધા IRGC સાથે હોય તે અમેરિકા અને ઈરાન વચ્ચે નિષ્પક્ષ મધ્યસ્થી કેવી રીતે કરી શકે?


અમેરિકી સુરક્ષા સંસ્થાઓમાં ચિંતા

રાષ્ટ્રપતિ ટ્રમ્પ જાહેરમાં પાકિસ્તાની આર્મી ચીફ પ્રત્યે હૂંફ બતાવી રહ્યા છે ત્યારે અમેરિકાની નૅશનલ સિક્યૉરિટી એજન્સીના કેટલાક વિભાગોમાં આ બાબતે અસંતોષ જોવા મળી રહ્યો છે. વિશ્લેષકો માને છે કે જો પાકિસ્તાન અને ઈરાન વચ્ચેની આ સૈન્ય નિકટતા વધશે તો એ મધ્યપૂર્વમાં અમેરિકાનાં હિતોને અસર કરી શકે છે. હાલમાં ટ્રમ્પની વ્યક્તિગત પસંદગી અને અમેરિકાની સંસ્થાકીય સુરક્ષા ચિંતાઓ વચ્ચે જનરલ આસિમ મુનીરનું પાત્ર આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં અત્યંત જટિલ બની રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 11:01 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK