Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોચિંગ ક્લાસના માલિકને શૅરબજારમાં માલામાલ થવાને બદલે ૧.૮૮ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો

કોચિંગ ક્લાસના માલિકને શૅરબજારમાં માલામાલ થવાને બદલે ૧.૮૮ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો

09 May, 2024 08:19 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાની સાથે છેતર​​​પિંડી થઈ હોવાનું જણાઈ આવતાં આખરે તેણે વિઠ્ઠલવાડી પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેમાં રહેતા ૪૮ વર્ષના કોચિંગ ક્લાસના માલિકે શૅરબજારમાં કમાણી કરવાના હેતુથી એેક વૉટ્સઍપ ગ્રુપ જૉઈન કરીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. કમાણી તો બાજુએ રહી પણ તેણે રોકેલા ૧.૮૮ કરોડ રૂપિયા પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેની સાથે સાઇબર-ફ્રૉડ કરવામાં આવ્યો હતો. અંતે તેણે આ સંદર્ભે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  

પોલીસના જણાવ્યા અનુસાર માર્ચમાં કોઈ અજાણી વ્યક્તિએ તેને ‘સ્ટૉક વૅનગાર્ડ F’ વૉટ્સઍપ ગ્રુપમાં ઍડ કર્યો હતો. એ ગ્રુપમાં ૧૭૧ સભ્યો હતા અને એના પર શૅરબજારના ટ્રેડિંગને લગતી માહિતી આપવામાં આવતી હતી. એ ગ્રુપ પરની માહિતીમાં તેને વજૂદ લાગતાં તેણે એમાં મળેલી ટિપ્સને આધારે રોકાણ કર્યું હતું. એ પછી તેને બીજા ‘સ્ટૉક વૅનગાર્ડ-વીઆઇપી’ ગ્રુપમાં ઍડ કરવામાં આવ્યો હતો. એ પછી ઈશા, દિવ્યા અને રાજ નામની વ્યક્તિઓએ તેનો સંપર્ક કર્યો હતો અને તેનો વિશ્વાસ સંપાદન કરવા તેને સેબીનું એક સર્ટિફિકેટ પણ બતાવ્યું હતું. ત્યાર બાદ તેને CINVEN/IC SERVICES નામની એક ઍપ ડાઉનલોડ કરવા કહ્યું હતું અને તેને અઢળક ફાયદો થશે એમ કહેવામાં આવતાં તેણે એ ઍપ દ્વારા ૧.૮૮ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ઇન્વેસ્ટ કરી હતી, જ્યારે તેણે એ ઇન્વેસ્ટમેન્ટમાંથી રકમ પાછી માગી ત્યારે એમાં કોઈ પણ રિસ્પૉન્સ મળ્યો નહોતો એટલે પોતાની સાથે છેતર​​​પિંડી થઈ હોવાનું જણાઈ આવતાં આખરે તેણે વિઠ્ઠલવાડી પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી છે. જોકે આ સંદર્ભે હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.  


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK