નાયગાંવ-વસઈના વિસ્તારને હાઇવે સાથે જોડતો આ ફ્લાયઓવર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
લોખંડની કમાનની તસવીર
નાયગાંવ ઈસ્ટ-વેસ્ટને જોડતા ફ્લાયઓવર પર ઊંચાઈ મર્યાદા માટે બેસાડેલી લોખંડની કમાન ફરી એક વાર વાહનની ટક્કરથી તૂટી ગઈ હતી. આ ઘટના રાતના સમયે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. આ કમાન ત્રીજી વખત તૂટી છે. મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક-જૅમ થતો હોવાથી મોટા ભાગના લોકો ફરીને આ ફ્લાયઓવર પરથી હાઇવે સુધી પહોંચતા હોય છે જેથી હાઇવેનો ટ્રાફિક ટાળી શકાય. નાયગાંવ-વસઈના વિસ્તારને હાઇવે સાથે જોડતો આ ફ્લાયઓવર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ ફ્લાયઓવર માત્ર હળવાં વાહનો માટે છે અને ભારે વાહનો પર પ્રતિબંધ છે. ભારે વાહનોને આ પુલ ઓળંગતાં અટકાવવા માટે પુલની પૂર્વ અને પશ્ચિમ બન્ને બાજુ લોખંડની ઊંચાઈ મર્યાદાની કમાનો લગાવવામાં આવી છે. એમ છતાં ભારે વાહનો અહીંથી પસાર થાય છે. આ વખતે પણ વાહનચાલક એને ટક્કર મારીને નાસી ગયો હતો. જોકે એનાથી અકસ્માતને આમંત્રણ અપાઈ રહ્યું છે. પ્રીતિ ખુમાણ ઠાકુર