મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ રવિવારે રાત્રે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી અને તેની પાસેથી કથિત રીતે સાત કરોડ રૂપિયાની ડ્રગ્સ જપ્ત કરી હતી.
પ્રતિકાત્મક તસવીર
મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ રવિવારે રાત્રે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી અને તેની પાસેથી કથિત રીતે સાત કરોડ રૂપિયાની ડ્રગ્સ જપ્ત કરી હતી. એનસીબીના જણાવ્યા અનુસાર આ ડ્રગ્સ મેડિકલ પ્રક્રિયા દ્વારા રિકવર કરવામાં આવી હતી.
એનસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ, તેઓને એવી સૂચના મળી હતી કે આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલ વ્યક્તિ ડ્રગ્સ સાથે શહેરમાં પ્રવેશવાનો છે.
ADVERTISEMENT
આરોપીની અટકાયત કરવામાં આવ્યા બાદ, NCB ના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે તેણે આ પ્રતિબંધિત વસ્તુ ગળી લીધી છે. તેને મેડિકલ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવ્યો હતો અને ડ્રગ્સ તેના શરીરની અંદરથી મળી આવી હતી. અત્યાર સુધી તેની પાસેથી સાત કરોડ રૂપિયાની ડ્રગ્સ મળી આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ 6 ઓગસ્ટના રોજ, એનસીબીએ 100 ગ્રામથી વધુ કોકેન સાથે વિદેશી નાગરિકની આંતરરાષ્ટ્રીય કાર્ટેલ સાથે કથિત રીતે જોડાયેલા હોવા બદલ ધરપકડ કરી હતી.

