Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગર્લફ્રેન્ડ વિશે કરેલી કમેન્ટથી ક્રોધિત થઈને દોસ્તની હત્યા કરી નાખી

ગર્લફ્રેન્ડ વિશે કરેલી કમેન્ટથી ક્રોધિત થઈને દોસ્તની હત્યા કરી નાખી

23 April, 2024 08:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે વહેલી સવારે દિવામાંથી હૃષીકેશની ધરપકડ કરવામાં આવી હતી.’ 

રવિવારે શ્રવણ સાળવી હત્યારા મિત્ર હૃષીકેશ ગુરવની સાથે જ હતો એ CCTV ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે.

રવિવારે શ્રવણ સાળવી હત્યારા મિત્ર હૃષીકેશ ગુરવની સાથે જ હતો એ CCTV ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે.


ઘાટકોપર-વેસ્ટના ગોલીબાર રોડ પર રવિવારે સાંજે ૧૬ વર્ષના શ્રવણ સાળવીની પેટ અને છાતીમાં ધારદાર વસ્તુ મારી હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસની સાથે આ કેસની તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-સાતના ઑફિસરોએ ઘટનાના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ભેગાં કરી શ્રવણના ૧૯ વર્ષના મિત્ર હૃષીકેશ ગુરવની ધરપકડ કરી હતી, જેણે પોલીસ સામે ગુનો કબૂલી લેતાં કહ્યું હતું કે શ્રવણે મારી ગર્લફ્રેન્ડનું કૅરૅક્ટર સારું નથી એમ કહ્યું એથી મને તેના પર ગુસ્સો આવ્યો હતો અને મેં તેની હત્યા કરી નાખી. 

બન્ને જિગરજાન ફ્રેન્ડ હતા. હૃષીકેશ પહેલાં પાર્કસાઇટમાં રહેતો હતો અને પછી દિવા રહેવા ગયો હતો એમ જણાવતાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-સાતના સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ તાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિક્રોલીમાં રહેતો અને નવમા ધોરણમાં અભ્યાસ કરતો શ્રવણ સાળવી રવિવારે બપોરે ચાર વાગ્યે ઘરેથી નીકળ્યો હતો ત્યાર બાદ તે હૃષીકેશને મળ્યો હતો. ગોલીબાર રોડ પર સાંજે છ વાગ્યે હૃષીકેશે તેની હત્યા કરી હતી અને નાસી ગયો હતો. અમને માહિતી મળતાં ઘટનાસ્થળનાં CCTV ફુટેજ ચેક કર્યાં હતાં. તપાસ ચલાવી ગઈ કાલે વહેલી સવારે દિવામાંથી હૃષીકેશની ધરપકડ કરવામાં આવી હતી.’ 


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK