
રાજ ઠાકરે (ફાઇલ તસવીર)
Updated
7 months 2 weeks 23 hours 37 minutes ago
07:06 PM
Maharashtra Assembly Elections 2024 Result Live: રાજ ઠાકરે એ ચૂંટણી પરિણામ પછી કર્યું ટ્વિટ
अविश्वसनीय ! तूर्तास एवढेच...
— Raj Thackeray (@RajThackeray) November 23, 2024
વિધાનસભાની ચૂંટણી બાદ મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું "અવિશ્વસનીય! હમણાં માટે આટલું જ..."
Updated
7 months 2 weeks 1 day 58 minutes ago
05:45 PM
Maharashtra Assembly Elections 2024 Result Live: આદિત્ય ઠાકરેનો વરલીથી વિજય
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ વરલી સીટ પરથી જીત મેળવી છે. તેમણે શિવસેનાના મિલિંદ દેવરાને 8,801 મતોથી હરાવ્યા છે. દરમિયાન, અમરાવતીના વર્તમાન ધારાસભ્યો યશોમતી ઠાકુર અને બચ્ચુ કડુ પોતપોતાના મતવિસ્તારમાં તેમના બીજેપી પ્રતિસ્પર્ધીઓ સામે હારી ગયા હતા. ભૂતપૂર્વ મંત્રી અને કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય યશોમતી ઠાકુર તેયોસા વિધાનસભા મતવિસ્તારમાં તેમના ભાજપના રાજેશ વાનખેડે સામે 7,974 મતોના માર્જિનથી હારી ગયા હતા. વાનખેડે, જેમણે 99,099 મત મેળવ્યા હતા, તેમને 23 રાઉન્ડ પછી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. જિલ્લાના અચલપુર મતવિસ્તારમાં, પ્રહાર જનશક્તિ પાર્ટીના ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા કડુ ભાજપના પ્રવિણ તાયડે સામે 12,131 મતોથી હારી ગયા હતા.
Updated
7 months 2 weeks 1 day 2 hours 21 minutes ago
04:22 PM
Maharashtra Assembly Elections 2024 Result Live: મહાયુતિની ઐતિહાસિક જીતની નજીક આવતા ઉત્સવોનો માહોલ
મહાયુતિ ગઠબંધનના પક્ષના નેતાઓ અને કાર્યકરોએ સમગ્ર મહારાષ્ટ્રમાં ઉજવણી શરૂ કરી છે. મહાયુતિ ગઠબંધન 2019ની ના આંકડાને વટાવી દીધા છે અને મહારાષ્ટ્ર ચૂંટણી 2024માં ઐતિહાસિક જીત મેળવવાની નજીક છે.
Updated
7 months 2 weeks 1 day 3 hours 25 minutes ago
03:18 PM
Maharashtra Assembly Elections 2024 Result Live: સીએમ અંગેનો નિર્ણય સાથી પક્ષો સાથે મળીને લેવામાં આવશે- ફડણવીસ
"મુખ્યમંત્રી પદને લઈને કોઈ સમસ્યા નથી. અમે પહેલાથી જ નક્કી કર્યું હતું કે સીએમ પર અંતિમ નિર્ણય ચૂંટણી પછી અમારા ગઠબંધન ભાગીદારો સાથે લેવામાં આવશે. લોકોએ એકનાથ શિંદેના જૂથને વાસ્તવિક શિવસેના અને અજિત પવારના જૂથ તરીકે સ્વીકાર્યું છે," ફડણવીસે કહ્યું. ઈવીએમ સાથે છેડછાડ સામે વિપક્ષના આક્ષેપો પર જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે ફડણવીસે પ્રશ્ન કર્યો, “તેઓ ઝારખંડમાં ઈવીએમ અંગે ફરિયાદ કેમ નથી કરતા? જો પરિણામો એક રાજ્યમાં તેમને વિરોધ માટે અનુકૂળ હોય, તો તેઓ તેને સ્વીકારે છે. પરંતુ જ્યારે તેઓ બીજામાં હારી જાય છે ત્યારે તેઓ ઈવીએમને દોષ આપે છે. આ પસંદગીયુક્ત ટીકા માત્ર તેમની નબળાઈને છતી કરે છે.”