Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પહલગામ આતંકવાદી હુમલા અંગે CM અબ્દુલ્લાએ માફી માગી કહ્યું "પ્રવાસીઓની સુરક્ષા મારી જવાબદારી હતી"

પહલગામ આતંકવાદી હુમલા અંગે CM અબ્દુલ્લાએ માફી માગી કહ્યું "પ્રવાસીઓની સુરક્ષા મારી જવાબદારી હતી"

Published : 28 April, 2025 04:09 PM | IST | Srinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

CM Omar Abdulla issues Apology: "હું આ ક્ષણનો ઉપયોગ રાજ્યનો દરજ્જો માગવા માટે નહીં કરું. પહલગામ પછી, હું કયા ચહેરા સાથે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો માગી શકું? મેરી ક્યા ઇતની સસ્તી સિયાસત હૈ?" ઓમર અબ્દુલ્લા.

વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્ર દરમિયાન પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અપાઈ (તસવીર: પીટીઆઇ)

વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્ર દરમિયાન પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અપાઈ (તસવીર: પીટીઆઇ)


જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ સોમવાર, 28 એપ્રિલના રોજ તાજેતરના પહલગામ આતંકવાદી હુમલા પર ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની તેમની જવાબદારીમાં નિષ્ફળ ગયા છે. આ ક્રૂર આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે બોલાવવામાં આવેલા વિધાનસભાના ખાસ સત્ર દરમિયાન બોલતા, અબ્દુલ્લાએ કહ્યું કે આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે.


"આ ઘટનાએ સમગ્ર દેશને અસર કરી છે. આપણે ભૂતકાળમાં આવા ઘણા હુમલા જોયા છે... બૈસરનમાં 21 વર્ષ પછી આટલા મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે. મને ખબર નહોતી કે મૃતકોના પરિવારોની માફી કેવી રીતે માગવી... યજમાન હોવાને કારણે, પ્રવાસીઓને સુરક્ષિત રીતે પાછા મોકલવાની મારી ફરજ હતી. હું તે કરી શક્યો નહીં. માફી માગવા માટે મારી પાસે શબ્દો નથી," ઓમર અબ્દુલ્લાએ કહ્યું.



અહીં તેમના નિવેદન પર એક નજર નાખો:


અબ્દુલ્લાહે વધુમાં કહ્યું, "હું આ ક્ષણનો ઉપયોગ રાજ્યનો દરજ્જો માગવા માટે નહીં કરું. પહલગામ પછી, હું કયા ચહેરા સાથે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો માગી શકું? મેરી ક્યા ઇતની સસ્તી સિયાસત હૈ? આપણે ભૂતકાળમાં પણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી છે અને ભવિષ્યમાં પણ કરીશું, પરંતુ જો હું કેન્દ્ર સરકારને કહીશ કે 26 લોકો માર્યા ગયા છે, તો હવે મને રાજ્યનો દરજ્જો આપો તો તે મારા માટે શરમજનક હશે."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


આ દરમિયાન તેમણે હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોના નામ પણ લીધા. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "મને વિશ્વાસ નથી આવતો કે થોડા દિવસો પહેલા આપણે આ ગૃહમાં હાજર હતા, બજેટ અને અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી. કોણે વિચાર્યું હશે કે જમ્મુ અને કાશ્મીરમાં એવી પરિસ્થિતિ ઊભી થશે કે આપણે આ વાતાવરણમાં ફરીથી અહીં મળવું પડશે. પહલગામ હુમલા પછી જ્યારે મંત્રીઓની બેઠક યોજાઈ હતી, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમે રાજ્યપાલને એક દિવસનું સત્ર બોલાવવા વિનંતી કરીશું."

ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં ભાવુક થઈ ગયા અને કહ્યું કે આ હુમલાએ આપણને અંદરથી ખોખલા કરી દીધા છે. તે નેવી ઑફિસરની વિધવાને, તે નાના બાળકને, જેણે પોતાના પિતાને લોહીથી લથપથ જોયા હતા, હું શું જવાબ આપું?

`ન તો સંસદની કે ન તો આ દેશની...`

ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "પહલગામના 26 લોકોનું દર્દ આ દેશની સંસદ કે અન્ય કોઈ વિધાનસભા એટલી સારી રીતે સમજી શકતી નથી જેટલી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સમજી શકે છે. તમારી સામે બેઠેલા લોકોએ પોતાના નજીકના સંબંધીઓ ગુમાવ્યા છે. કેટલાકે પોતાના પિતા ગુમાવ્યા છે, તો કેટલાકે પોતાના કાકા ગુમાવ્યા છે. આપણામાંથી કેટલા એવા છે જેમના પર હુમલો થયો છે? આપણા ઘણા સાથીદારો એવા છે જેમના પર એટલી બધી વાર હુમલો થયો છે કે આપણે તેમને ગણતા ગણતા થાકી જઈશું. ઑક્ટોબર 2001માં શ્રીનગર હુમલામાં 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલા માટે આ વિધાનસભા કરતાં પહલગામમાં માર્યા ગયેલા લોકોનું દર્દ કોઈ સમજી શકે નહીં."

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2025 04:09 PM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK