પ્રોફેશનલ વિદ્યાશાખાઓના પ્રથમ વર્ષના 2322 વિદ્યાર્થીઓએ લિબરલ આર્ટ્સના 30000 મોડલો બનાવી ઇતિહાસ સર્જયો ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલે 30000 મોડેલ્સના પ્રદર્શનને ખુલ્લું મૂક્યુ: 5000થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફે મુલાકાત લીધી.
ચારૂસેટમાં સતત 12મા વર્ષે કર્યું લિબરલ આર્ટ્સના વર્કશૉપનું સફળતાપૂર્વક આયોજન
ચારૂસેટ યુનીવર્સીટીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત 12મા વર્ષે ચાર દિવસીય લીબરલ આર્ટ્સના વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું જેમાં 2322 વિદ્યાર્થીઓએ 30000થી પણ વધારે મૉડેલો બનાવી ઈતિહાસ સર્જ્યો. ચારૂસેટ યુનીવર્સીટીમાં આવેલ ફેકલ્ટી ઓફ હ્યુમેનીટીઝ હેઠળ ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજીસ, આર્ટ્સ એન્ડ સોશિયલ સ્ટડીઝ (CLASS) દ્વારા પેઈન્ટીંગ, ફોટોગ્રાફી, સ્કલ્પટીંગ, પોટરી એન્ડ સિરામિક આર્ટ, મીડિયા એન્ડ ગ્રાફીક ડીઝાઇન, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રામા, ડાન્સ, વોકલ, તબલા, હાર્મોનિયમમ, ફ્લુટ, કથક, ભરતનાટ્યમ જેવા લિબરલ આર્ટ્સના કોર્સીસનો સમાવેશ કરવામાં આવ્યો. આ 15 કોર્સીસમાંથી વિદ્યાર્થીઓ કોઈ 1 કોર્સનું પસંદ કરે છે જેનું શૈક્ષણિક કાર્ય વર્કશૉપ મોડમાં કરવામાં આવે છે. આ કોર્સના શૈક્ષણિક કાર્યના ભાગરૂપે સતત 12મા વર્ષે 10 March થી 13 March, 2026 સુધી વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું હતું.
શું છે વિશેષતા
ADVERTISEMENT
આ પ્રસંગે ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલે જણાવ્યું હતું કે “ચારૂસેટના વિદ્યાર્થીઓની સફળ કારકિર્દી માટે જરૂરી એવા તમામ કૌશલ્યો શીખવાની સાથે સાથે સર્વાંગી વિકાસ પામે તેવું સ્વપ્ન ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે સેવેલ છે. આ સ્વપ્નને પૂર્ણ કરવા અને ચારૂસેટને ‘વર્લ્ડ ક્લાસ યુનીવર્સીટી’ બનાવવાના મુખ્ય ઉદેશ્યને પ્રાપ્ત કરવા યુનીવર્સીટીમાં નવીનતમ પગલા લેવામાં આવી રહેલ છે. આમાંનું એક પગલું એટલે કોર્સીસ ઓફ લિબરલ આર્ટ્સ.” ચારૂસેટના રજીસ્ટ્રાર ડૉ. બિનીત પટેલે જણાવ્યા અનુસાર ‘સર્વગ્રાહી શિક્ષણ’ને લીધે જ વિદ્યાર્થીઓનો પર્સનલ, પ્રોફેસલ અને સોશિયલ એમ ત્રણ ક્ષેત્રે વિકાસ થઈ શકે. આ હેતુને સિદ્ધ કરવા માટે ફેકલ્ટી ઓફ હ્યુમેનીટીઝની સ્થાપના કરવામાં આવેલ છે જેના હેઠળ યુનિવર્સીટીના વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓને મુલ્યો અને નીતિમત્તા, ક્રીટીકલ થીંકીંગ અને લોજીક, એકેડેમિક રાઈટીંગ, કમ્યુનીકેશન સ્કીલ્સ જેવા વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી અભ્યાસક્રમો ચાલી રહ્યા છે.” જેમના માર્ગદર્શન હેઠળ આ વર્કશૉપનું સંચાલન થઇ રહેલ છે તે ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજીસ, આર્ટ્સ એન્ડ સોશિયલ સ્ટડીઝ (CLASS) ના પ્રિન્સિપાલ તથા ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝના ડીન ડૉ. ભાસ્કર પંડ્યાએ જણાવ્યું હતું કે “સતત 12મા વર્ષે આયોજિત આ વર્કશૉપમાં લિબરલ આર્ટ્સના 59 નિષ્ણાતો, 12 કોર્સ કોર્ડીનેટર, 30 ઇન્સ્ટીટયુટ ફેકલ્ટી કોર્ડીનેટર અને 36 સ્ટુડન્ટ વોલેન્ટીઅરના માર્ગદર્શન અને મેનેજમેન્ટ હેઠળ બી. ટૅક., બી. બી. એ., બી. એસ. સી., બી. સી. એ., બી. એસ. સી. આઈ. ટી., બી. એ. અંગ્રેજી, અલાઇડ હેલ્થ સાયન્સીસના કુલ 2322 વિદ્યાર્થીઓએ વર્કશૉપમાં લિબરલ આર્ટ્સના 30000 થી પણ વધારે મોડેલો બનાવી ‘સર્વાંગી અને સર્વગ્રાહી’ વિકાસના ઉદેશ્યને ખરા અર્થમાં ચરિતાર્થ કરેલું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે “આગામી વર્ષોમાં વધુ નવા કોર્સીસનો સમાવેશ કરી યુનીવર્સીટીના આ પ્રયોગને વધુ મજબુતાઈ પૂરી પાડી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ અને કૌશલ્યોનો વિકાસ કરવામાં આવશે.”
આ વર્કશૉપ હેઠળ ભાગ લેનારા ભારતના બેસ્ટ કળા વિજ્ઞાનના કલાકારો અને તજજ્ઞોમાં ગુજરાતના નૅશનલ ઍવોર્ડ વિજેતા ફોટોગ્રાફર સુનીલ આડેસરા, ખ્યાતનામ નાટ્ય ટ્રેનર પ્રદીપ પટેલ, ખ્યાતમાન ચિત્રકાર કનુ પટેલ, ઉપરાંત રાકેશ પ્રજાપતિ, પારસ ભોજક, કુમાર ચૌહાણ, તેમજ વલ્લભ વિદ્યાનગરમાં આવેલ સી. વી. એમ. કૉલેજ ઓફ ફાઈન આર્ટ્સ અને આર. એમ. દેસાઈ કૉલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ ના પ્રાધ્યાપકો ઉપરાંત અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા અને પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફરો, ચિત્રકારો, શિલ્પકારો અને ડીઝાઇનરોનો સમાવેશ થાય છે. આ વર્કશૉપના સંચાલન અને શૈક્ષણિક કાર્ય સાથે શરૂઆતથી જ જોડાયેલ આંતરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા પેઈન્ટર અને રંગમંચના જાણીતા કલાકાર કનુ પટેલે ચારૂસેટના આ પગલાને બિરદાવતા કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે લિબરલ આર્ટ્સના અભ્યાસક્રમોને ક્રેડીટ કોર્સીસ તરીકે મુખ્ય અભ્યાસક્રમોમાં આટલા મોટા પાયે સમાવેશ કરવામાં આવે તેવું અનુકરણીય પગલું ચારૂસેટ યુનિવર્સિટીએ લીધું છે. અંતમાં ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસના વડા ડૉ. કૌશિક ત્રિવેદીએ કહ્યું હતું કે છેલ્લા સતત 12 વર્ષથી આ કોર્સીસ ભણાવવાનું અત્યંત સફળ આયોજન થયું છે જેમાં આજ સુધીમાં પેન્ટિંગમાં 1779, ફોટોગ્રાફીમાં 10234, સ્કલ્પટીંગમાં 343, પોટરી એન્ડ સીરામીક આર્ટ્સમાં 462, મીડિયા એન્ડ ગ્રાફીક ડિઝાઈનમાં 6161, આર્ટ એન્ડ ક્રાફ્ટમાં 386, ડ્રામામાં 1063, ડાન્સમાં 1185, મ્યુઝિક (વોકલ)માં 73, તબલામાં 18, ગિટારમાં 106, હાર્મોનિયમમાં 5, ફ્લ્યુટમાં 41, કથકમાં 27, ભરતનાટ્યમમાં 19 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
