Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતની દરિયાઈ સરહદમાં આટલા કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ઝડપાયા

ગુજરાતની દરિયાઈ સરહદમાં આટલા કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ઝડપાયા

28 April, 2024 06:44 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ગુજરાત (Gujarat News)ના દરિયાકાંઠે ઈન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઈન પાસે 14 પાકિસ્તાની નાગરિકોને આશરે 80 કિલો ડ્રગ્સ સાથે પકડી પાડ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ગુજરાત (Gujarat News)ના દરિયાકાંઠે ઈન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઈન પાસે 14 પાકિસ્તાની નાગરિકોને આશરે 80 કિલો ડ્રગ્સ સાથે પકડી પાડ્યા છે. આ ઑપરેશન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને ગુજરાત એટીએસના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી એજન્સીઓ દ્વારા ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું.

14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી



ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે  (Gujarat News) ટ્વિટર પર પોસ્ટ કર્યું, “ગુજરાત ATS અને NCB દ્વારા દરિયામાં રાતોરાત હાથ ધરવામાં આવેલા ઑપરેશનમાં પશ્ચિમ અરબી સમુદ્રમાં એક પાકિસ્તાની બોટ પકડાઈ હતી, જેમાં 14 પાકિસ્તાની ક્રૂ મેમ્બર હતા. તેમની પાસેથી 80 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત આશરે રૂા. 600 કરોડ હોવાનું કહેવાય છે.


સૌથી મોટો કન્સાઈનમેન્ટ ફેબ્રુઆરીમાં જપ્ત કરવામાં આવ્યો

આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં, NCB અને ભારતીય નૌકાદળે ગુજરાત (Gujarat News)ના દરિયાકાંઠેથી અત્યાર સુધીમાં ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું હતું. તે સમયે સંયુક્ત ઓપરેશનમાં 3 હજાર 132 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 1000 કરોડ રૂપિયાથી વધુ હતી. નૌકાદળે તે જહાજ તેના વિસ્તારમાં જપ્ત કર્યું હતું અને પાંચ લોકોની ધરપકડ કરી હતી.


હિંદ મહાસાગરમાં નેવી અને NCBની મુખ્ય કામગીરી

છેલ્લા બે વર્ષમાં ભારતીય નૌકાદળે NCB સાથે મળીને હિંદ મહાસાગરમાં ત્રણ મોટા ઓપરેશન હાથ ધર્યા છે. છેલ્લા બે વર્ષમાં ભારતીય નૌકાદળે NCB સાથે મળીને હિંદ મહાસાગરમાં ત્રણ મોટા ઓપરેશન હાથ ધર્યા છે. ફેબ્રુઆરી 2022માં NCB અને ભારતીય નૌકાદળે ગુજરાતના દરિયાકાંઠે એક જહાજ જપ્ત કર્યું હતું, જેમાંથી 2 ક્વિન્ટલથી વધુ મેથામ્ફેટામાઇન મળી આવ્યું હતું.

મે 2023માં, NCBએ પાકિસ્તાનના એક જહાજમાંથી ઓછામાં ઓછા રૂા. 12 હજાર કરોડની કિંમતનો 2500 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યો હતો. તે જહાજ ભારત, શ્રીલંકા અને માલદીવના કાર્ટેલ્સને ડ્રગ્સ સોંપે તે પહેલાં તેને હિંદ મહાસાગરમાં અટકાવવામાં આવ્યું હતું.

ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે મળી ઈરાની બોટને ઝડપી, 425 કરોડનું હેરોઈન જપ્ત

ઉલ્લેખનીય છે ક, મહિના અગાઉ ગુજરાત એટીએસએ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે મળીને એક સંયુક્ત અભિયાન હેઠળ મોટી કાર્યવાહ કરી છે. પીઆરઓ ડિફેન્સ ગુજરાત અનુસાર કાર્યવાહી કરતા ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના અરબ સાગરમાં ભારતીય સીમામાં પાંચ ક્રૂ અને 61 કિલો નશીલા પદાર્થ સાથે ઈરાની બોટને પકડ પાડી છે. બજારમાં આ પદાર્થની કિંમત 425 કરોડ રૂપિયા છે. આગળની તપાસ માટે બોટને ઓખા લઈ જવામાં આવી છે.

એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. જ્યારે રક્ષા જનસંપર્ક દ્વારા સોમવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે ગુજરાત ATS દ્વારા મળેલી બાતમીને આધારે ભારતીય કોસ્ટ ગાર્ડ તેના બે પેટ્રોલિંગ જહાજોને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈનાત કર્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 06:44 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK