લોકસભાની ચૂંટણીઓમાં સંઘ દ્વારા પ્રચાર ન કરવાને કારણે બીજેપીને મહારાષ્ટ્રમાં ઘણી સીટોનું નુકસાન થયું હતું. પરંતુ સંઘ જો માત્ર એક સેવા સંસ્થા હોય તો તેઓ પાર્ટીઓને ચૂંટણી જીતવા માટે કેવી રીતે મદદ કરી શકે છે ? આવો જાણીએ
GMD.COM DECODES
મોહન ભાગવત , દેવેન્દ્ર ફડણવીસ
તાજેતરની મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં મહાયુતિના (Maharashtra Assembly Elections 2024) પ્રચંડ વિજય બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ચર્ચાનો વિષય બન્યું છે. રાજકારણના મહારથીઓનું એવું માનવું છે કે સંઘ દ્વારા મહાયુતિના વિજય માટે ઘણું મંથન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીઓમાં સંઘ દ્વારા પ્રચાર ન કરવાને કારણે બીજેપીને મહારાષ્ટ્રમાં ઘણી સીટોનું નુકસાન થયું હતું. પરંતુ સંઘ જો માત્ર એક સેવા સંસ્થા હોય તો તેઓ પાર્ટીઓને ચૂંટણી જીતવા માટે કેવી રીતે મદદ કરી શકે છે ? આવો જાણીએ.
ભારતીય જનતા પાર્ટી અને સંઘની વિચારધારા શરૂઆતથી જ સમાંતર રહી છે. લાલકૃષ્ણ અડવાણીથી લઈ નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ, જનતા પાર્ટીના આ તમામ ચહેરા સંઘમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન જેપી નડ્ડા દ્વારા એક ઇન્ટરવ્યૂમાં એવું કહેવામાં આવ્યું હતું કે હવે પાર્ટીને સંઘની જરૂર નથી, સંઘના વડા મોહન ભાગવત અને બજપીના ટોચના નેતાઓ વચ્ચે પણ સંબંધો વણસી રહ્યા હતા. સંઘ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે વધુ પ્રચાર પણ કરવામાં આવ્યો નહોતો અને આ જ કારણે બીજેપીનું મહારાષ્ટ્રમાં પર્ફોર્મન્સ નબળું રહ્યું.(Maharashtra Assembly Elections 2024)
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષનું સંવિધાન બદલવું અને હિન્દુ રાષ્ટ્રની ઘોષણા જેવી વિચારધારાને દૂર કરવા સંઘ દ્વારા લગભગ ૨૯૦૦૦ મીટિંગ્સ લેવામાં આવી હતી. સંઘ કાર્યકર્તાઓ વિદર્ભ, મરાઠાવાડા જેવા વિસ્તારોમાં જઈ ઘેર ઘેર પ્રચાર કરતાં જોવા મળ્યા હતા. વોટ જિહાદ અને બટેંગે તો કટેંગે જેવા મુદ્દાઓ બીજેપીની વોટ બૅન્કમાં કોઈ ગાબડું ના પાડે તેનું ધ્યાન સંઘ દ્વારા જ રાખવામાં આવ્યું હતું. શહેરી વિભાગોમાં મતદાતાઓમાં જાગૃતિ લાવવી, નેરેટિવ અટલે કે વિચારધારાની રાજનીતિમાં (Maharashtra Assembly Elections 2024) હંમેશા આગળ રહેવું, ધર્મના નામે વહેંચાતા મતોને રોકવું જેવા અગત્યના કામ સંઘ દ્વારા જ હાથ ધરવામાં આવ્યા હતા. વિવધ જગ્યાએ વિવધ ટુકડીઓ બનાવવામાં આવી હતી. જાહેર સભા, પબ્લિક અથવા પ્રાઇવેટ મીટિંગ્સ દ્વારા મોટા પાયે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આમ સંઘ અને સંઘની વિચારધારાએ મહાયુતિ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને સીટ શેર વધારવામાં અને ચૂંટણી જીતવામાં ઘણી મદદ કરી છે
સૂત્રો અનુસાર ચૂંટણીના પરિણામો બાદ સંઘ હવે એવું ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બને. એકનાથ શિંદે દ્વારા યોજવામાં આવેલી તાજેતરની પત્રકાર પરિષદ બાદ ફડણવીસનું મુખ્યમંત્રી બનવું લગભગ નક્કી જ છે ત્યારે હવે એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે (Maharashtra Assembly Elections 2024) કયા વિભાગોની કેવી વહેંચણી કરવામાં આવશે તે જોવું રહ્યું...